HomeGujaratDuty Comes First: હક્કની સાથે ફરજમાં પણ સમર્પિત રહીએ, એ જ સાચી...

Duty Comes First: હક્કની સાથે ફરજમાં પણ સમર્પિત રહીએ, એ જ સાચી રાષ્ટ્રભક્તિ: પદ્મકાંત ત્રિવેદી

Duty Comes First: આજરોજ ભારત પોતાના સ્વાતંત્ર્યના 80મા પર્વની ગૌરવભેર ઉજવણી કરી રહ્યું છે. આ અવસરે ‘વીઆર ગુજરાત‘ના તંત્રી પદ્મકાંત ત્રિવેદી દ્વારા લેખિત તંત્રીલેખમાં સાચી રાષ્ટ્રભક્તિ અને નાગરિક ફરજો વિશે મહત્વપૂર્ણ વિચારો રજૂ કરવામાં આવ્યા છે.

Duty Comes First

Duty Comes First: હક્ક સાથે ફરજનું પાલન એ જ સાચી રાષ્ટ્રભક્તિ:

Duty Comes First
  • સ્વાતંત્ર્ય પર્વ માત્ર ઉજવણી નથી: તંત્રીલેખમાં જણાવ્યા અનુસાર, સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણી, ધ્વજવંદન કે દેશભક્તિના નારા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણને એ પ્રશ્ન પૂછે છે કે દેશે આપણને જે હક્કો આપ્યા છે, તેની સામે દેશ પ્રત્યેની આપણી ફરજો આપણે કેટલી નિષ્ઠાથી નિભાવીએ છીએ.
  • લોકાશાહીમાં ફરજ અને શિસ્ત જરૂરી: ભારતનું બંધારણ નાગરિકોને મૌલિક અધિકારો આપે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવવો પણ જરૂરી છે, પરંતુ લોકાશાહી માત્ર અધિકારોના પાયા પર ટકી શકતી નથી; તેની સાથે નાગરિકોની ફરજ, શિસ્ત અને જવાબદારી પણ એટલી જ અગત્યની છે.
  • દૈનિક જીવનમાં જવાબદારી: આપણે સરકાર પાસે સ્વચ્છ રસ્તા અને સારી ટ્રાફિક વ્યવસ્થાની અપેક્ષા રાખીએ છીએ, તો રસ્તા પર કચરો ન ફેંકવાની અને નિયમોનું પાલન કરવાની જવાબદારી આપણી પોતાની પણ છે. મતદાન કરતી વખતે પણ જાતિ, ધર્મ કે લાલચના બદલે રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી જોઈએ.
  • રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા: રાષ્ટ્રભક્તિ માત્ર સરહદ પર લડતા જવાનની જ જવાબદારી નથી, પરંતુ ખેડૂત, શિક્ષક, ડોક્ટર, વેપારી અને સામાન્ય નાગરિક દ્વારા પોતપોતાની ફરજ ઈમાનદારીથી બજાવવી એ પણ રાષ્ટ્રસેવા જ છે.
  • 2047 સુધીનું લક્ષ્ય: આજે ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યું છે, જે માત્ર સરકારનો નહીં પરંતુ 140 કરોડ ભારતીયોની સામૂહિક જવાબદારી છે. ટેક્નોલોજી, શિક્ષણ અને ઉદ્યોગની સાથે સામાજિક સંવેદના અને નૈતિકતા પણ મજબૂત થવી જરૂરી છે.

આ 80મા સ્વાતંત્ર્ય દિવસે એવો સંકલ્પ કરીએ કે આપણે હક્કો માટે જેટલા જાગૃત છીએ, એટલા જ ફરજ માટે પણ સમર્પિત રહીએ અને આપણા વર્તનમાં દેશહિતને સ્થાન આપીએ.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આત્મનિર્ભર અને વિકસિત ભારતનો સંકલ્પ: પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસે યુવાનો માટે કરી મોટી જાહેરાતો

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments