Easing Commuter Rush: અમદાવાદના ગીતામંદિર બસપોર્ટ પર મુસાફરોની સુવિધા માટે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતું નવું ટર્મિનલ-2 બનીને સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું છે. આ નવા ટર્મિનલનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. આગામી ૧૩ ઓગસ્ટથી આ નવું ટર્મિનલ વિધિવત રીતે કાર્યરત થઈ જશે, જ્યાંથી દરરોજ કુલ ૧૦૯૧ બસોનું સંચાલન થશે.
Easing Commuter Rush: મુસાફરો માટે ખાસ સુવિધાઓ અને રાહત


- ગીતામંદિર બસપોર્ટ પર થતી ભારે ભીડને નિયંત્રિત કરવા અને મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે માટે આ ટર્મિનલ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.
- અહીં મુસાફરોની સુવિધા અને આરામ માટે તમામ જરૂરી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

કઈ બસો કયા ટર્મિનલ પરથી મળશે?

નવા ટર્મિનલના શરૂ થવાથી બસોના સંચાલનમાં વ્યવસ્થા જળવાઈ રહેશે:

- ટર્મિનલ-૨: અહીંથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓ તરફ જતી બસો ઉપડશે.
- ટર્મિનલ-૧: જ્યારે દક્ષિણ ગુજરાત તરફ જવા માટે મુસાફરોએ ટર્મિનલ-૧ પરથી બસો પકડવાની રહેશે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બનાસકાંઠામાં મેઘરાજાનું પુનરાગમન: પાલનપુર સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર

