HomeSurat₹125 Crore Cyber Scam Uncovered: સુરત પોલીસનું મોટું ઓપરેશન, PNB Oneના નામે...

₹125 Crore Cyber Scam Uncovered: સુરત પોલીસનું મોટું ઓપરેશન, PNB Oneના નામે APK ફાઈલ મોકલી 125 કરોડનું ફ્રોડ કરનાર જામતારા ગેંગ પટનાથી ઝડપાઈ

₹125 Crore Cyber Scam Uncovered: દેશભરમાં લાખો લોકોને બોગસ APK ફાઈલ મોકલીને કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ આચરતી કુખ્યાત જામતારા ગેંગ સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પંજાબ નેશનલ બેંક (PNB One) ના નામે નકલી APK ફાઈલ બનાવી લોકોના મોબાઈલ હેક કરનાર ચાર સાયબર ઠગોને સુરત સાયબર ક્રાઈમની ટીમે બિહારના પટનાની એક હોટલમાંથી મધરાતે દબોચી લીધા છે.

₹125 Crore Cyber Scam Uncovered

₹125 Crore Cyber Scam Uncovered: 5 લાખની તપાસમાં ખુલ્યો 125 કરોડનો ભાંડો

સુરતના એક નાગરિક સાથે 5 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ફરિયાદ સુરત સાયબર ક્રાઈમમાં નોંધાઈ હતી. ગત 15 થી 18 મે દરમિયાન આરોપીઓએ ‘PNB One.APK’ નામની બનાવટી ફાઈલ ફરિયાદીને મોકલી હતી. જે ડાઉનલોડ થતાં જ ફોનનો એક્સેસ ઠગોના હાથમાં ગયો અને ખાતામાંથી 5 લાખ રૂપિયા સપરસ થઈ ગયા હતા.

આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરતા સાયબર ટીમને આ ફ્રોડના તાર ઝારખંડના કુખ્યાત જામતારા અને દેવધર પટ્ટા સાથે જોડાયેલા હોવાનું જણાયું હતું.

₹125 Crore Cyber Scam Uncovered: 2456 કિમીનો પીછો કરી પોલીસ વેશપલટો કરીને ત્રાટકી

આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત પોલીસની ટીમ ઝારખંડ અને બિહાર સુધી સક્રિય થઈ હતી. ટ્રેન અને રોડ માર્ગે સતત પીછો કરી, પોલીસે 2456 કિમીનો લાંબો પ્રવાસ ખેડ્યો હતો. ચારેય આરોપીઓ પટનાની એક હોટલમાં રોકાયા હોવાની ચોક્કસ બાતમી મળતા જ સુરત પોલીસે વેશપલટો કરીને રાત્રે ઊંઘતી ગેંગ પર દરોડો પાડ્યો હતો અને ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા.

₹125 Crore Cyber Scam Uncovered: ચોંકાવનારા આંકડા:

  • હેક થયેલા મોબાઈલ: 31,174
  • ભોગ બનનાર નાગરિકો: 5,613
  • કુલ આચરવામાં આવેલું ફ્રોડ: રૂ. 125.39 કરોડ (1,06,643 ડેબિટ ટ્રાન્ઝેક્શન દ્વારા)
  • ઝડપાયેલી બોગસ APK ફાઇલો: બેંક, સરકારી યોજનાઓ, RTO ચલણ, કસ્ટમર સપોર્ટ અને હોસ્પિટલના નામે કુલ 336 ફાઇલો મળી આવી.

₹125 Crore Cyber Scam Uncovered: અગાઉ ઝડપાયો હતો 18 વર્ષનો માસ્ટરમાઇન્ડ કોડર

આ જ ગુનાની તપાસ દરમિયાન પોલીસે અગાઉ ઉત્તર પ્રદેશના કાસગંજથી ૧૮ વર્ષીય રોહિત શાક્ય નામના સગીર વયના માસ્ટરમાઇન્ડ ડેવલપરની ધરપકડ કરી હતી. ધોરણ ૧૧ પાસ આ યુવકે જામતારા ગેંગની માગ મુજબ ૧૨૧ બોગસ APK ફાઇલો બનાવી આપી હતી, જેનાથી એકલા જ ૬૪.૩૮ કરોડનું ફ્રોડ થયું હતું.

હાલ સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા પકડાયેલા ચારેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આંતરરાજ્ય નાણાકીય કડીઓ તેમજ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.

₹125 Crore Cyber Scam Uncovered: સાયબર ક્રાઈમ દ્વારા નાગરિકો માટે ખાસ અપીલ:

  • અજાણ્યા નંબર પરથી આવતી કે WhatsApp પર શેર થતી કોઈપણ APK ફાઈલ (App) ક્યારેય ડાઉનલોડ ન કરવી.
  • બેંક કે સરકારી સંસ્થાઓ ક્યારેય APK ફાઈલ દ્વારા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેતી નથી.
  • જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને, તો તુરંત જ 1930 નંબર પર અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વડનગરના પ્રવાસનને નવો વેગ: ઐતિહાસિક વિરાસત સમાન ‘હેરિટેજ ઓટો રિક્ષા’ પ્રોજેક્ટનો પ્રારંભ, GSFCની અનોખી પહેલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments