Strict Action in Surat: ગુજરાત રાજ્યમાં મિલાવટી અને નુકસાનકારક ખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય તંત્ર દ્વારા સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે લાલ આંખ કરતા તંત્રએ એનાલોગ (નકલી કે વનસ્પતિ ફેટ યુક્ત) પનીર, ચીઝ અને બટરના વેચાણ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
Strict Action in Surat: તમામ ઝોનમાં સઘન ચેકિંગ અને ૧૦૦ સંસ્થાઓની તપાસ

સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનમાં ફૂડ વિભાગ અને તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ડેરીઓ, ખાદ્ય સામગ્રીના વેપારીઓ અને ગોડાઉન સહિત કુલ ૧૦૦ જેટલી સંસ્થાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Strict Action in Surat: ૬૮ કિલોગ્રામ શંકાસ્પદ જથ્થાનો સ્થળ પર જ નાશ

તપાસ દરમિયાન તંત્રને મોટા પ્રમાણમાં અસ્વીકાર્ય અને શંકાસ્પદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી. સુરતના વિવિધ ઝોનમાં હાથ ધરેલી આ રેડ દરમિયાન કુલ આશરે ૬૮ કિલોગ્રામ જેટલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો પકડાયો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર ન પડે તે માટે તંત્ર દ્વારા આ જથ્થાને તાત્કાલિક ધોરણે જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.
Strict Action in Surat: જનતાના આરોગ્ય સાથે કોઈ જ સમજોતો નહીં

અન્ન અને ઔષધ નિયમન તંત્ર તથા મનપાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે સામાન્ય જનતાના આરોગ્યની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ શખસને છોડવામાં આવશે નહીં. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક તપાસ અને દરોડાની કાર્યવાહી સતત ચાલુ રહેશે, જેથી શહેરમાં શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થો જ ઉપલબ્ધ થઈ શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર હૃદયદ્રાવક ઘટના, ચાલુ ટ્રેને મોબાઈલ આંચકતા મુસાફર પટકાઈને ટ્રેન નીચે ઘૂસ્યો, કરુણ મોત