HomeSuratBloody Rivalry in Surat: સુરતમાં કિન્નરોના બે જૂથ સામસામે: રેલવે સ્ટેશનના ઝઘડાની...

Bloody Rivalry in Surat: સુરતમાં કિન્નરોના બે જૂથ સામસામે: રેલવે સ્ટેશનના ઝઘડાની અદાવતમાં ઘરમાં ઘૂસી ચપ્પુના ઘા માર્યા, રસોડું રક્તરંજિત

Bloody Rivalry in Surat:  સુરતના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેલવે સ્ટેશન પર સામાન્ય બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને 5 જેટલા કિન્નરોએ એકસંપ થઈને લસકાણા સ્થિત ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક કિન્નર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

Bloody Rivalry in Surat: શું હતી સમગ્ર ઘટના?

Bloody Rivalry in Surat

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 30 જુલાઈના રોજ બપોરે સુમારે અમરોલી વિસ્તારમાં રહેતા અને ટ્રેડ બેગિંગ કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય કિન્નર સપનાકુંવર નંદનીકુંવર તેમના સહયોગીઓ સાથે સુરત રેલવે સ્ટેશન પર હાજર હતા. આ દરમિયાન તેઓ મહાકાળી માતાજીની પૂજા બાબતે અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા. આ સમયે ત્યાં હાજર ખુશીકુંવર નામના કિન્નરે ‘તમે મારી કેમ વાતો કરો છો?’ તેમ કહીને ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો, જે તે સમયે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યો હતો.

Bloody Rivalry in Surat: રસોડામાં જમવાનું બનાવતી વખતે હુમલો

Bloody Rivalry in Surat

રેલવે સ્ટેશન પરના ઝઘડા બાદ સાંજના સુમારે સપનાકુંવર લસકાણાના વિપુલનગરમાં પોતાના મિત્ર દીપકુંવરના ઘરે ગયા હતા. જ્યાં તેઓ અન્ય મિત્રો સાથે મળીને રાત્રિનું ભોજન બનાવી રહ્યા હતા. તે જ સમયે રાત્રિના આશરે આઠેક વાગ્યે રેલવે સ્ટેશનના ઝઘડાની અદાવત રાખીને શુભકુંવર, બ્યુટીકુંવર અને હાથમાં લાકડાનો ફટકો લઈને જમનાકુંવર ઘરમાં ઘૂસી આવ્યા હતા.

આરોપીઓએ ઘરમાં ઘૂસીને ગંદી ગાળો આપી ઢીક્કામુક્કી કરી હતી અને જમનાકુંવરે લાકડાના ફટકાથી સપનાકુંવરને આડેધડ માર માર્યો હતો.

Bloody Rivalry in Surat: ચપ્પુના હુમલામાં હાથ લોહીલુહાણ

Bloody Rivalry in Surat

ઝઘડો વધતા ખુશીકુંવર પણ ઘરમાં દોડી આવ્યા હતા અને સપનાકુંવરને છાતીના ભાગે લાત મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ ખુશીકુંવરે રસોડામાં પડેલું શાક સમારવાનું ચપ્પુ ઉઠાવીને હુમલો કર્યો હતો. સપનાકુંવરે બચાવમાં પોતાનો જમણો હાથ આડો ધરતા ચપ્પુ સીધું હાથમાં વાગવાથી તેઓ ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયા હતા. આ દરમિયાન માન્યાકુંવર નામના અન્ય એક કિન્નરે પણ આવીને વાળ પકડીને નીચે પછાડી દીધા હતા.

પોલીસે નોંધી ગુનાહિત ફરિયાદ

સપનાકુંવરને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

આસપાસના લોકો ભેગા થઈ જવાની બીકે તમામ હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત સપનાકુંવરને તાત્કાલિક દીનબંધુ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: જંગલના રાજા આગળ ખેડૂતની નિર્ભય ચાલ; ઉનાના પાતાપુર ગામનો અદભુત વીડિયો વાયરલ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments