Friendship Day Betrayal: મિત્રતા જેવા પવિત્ર સંબંધને કલંકિત કરતી એક હૃદયદ્રાવક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાંથી સામે આવી છે. મૂળ જૂનાગઢના વિસાવદર તાલુકાના મોણીયા ગામના વતની અને સુરતમાં એમ્બ્રોઈડરીનો ધંધો કરતા રાજેશભાઈ કુંજડીયા નામના વેપારીએ પોતાના જ મિત્રોના ત્રાસ અને દગાબાજીથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે ફ્રેન્ડશિપ ડેના દિવસે જ ત્રણેય આરોપી મિત્રોને જેલના સલાખો પાછળ ધકેલી દીધા છે.

Friendship Day Betrayal: કેનેડા જવાના બહાને લીધા હતા 14 લાખ રૂપિયા
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી કાપડના ધંધામાં મંદી ચાલતી હોવાથી રાજેશભાઈએ પોતાના મશીનો વેચી દીધા હતા. મશીન વેચાણથી આવેલા 14 લાખ રૂપિયા તેમના મિત્ર ઘનશ્યામ આહિરને કેનેડા જવું હોવાથી ફેબ્રુઆરી, 2026માં ઉછીના આપ્યા હતા. આ ઉપરાંત અન્ય બે મિત્રો નિક્સિત ઉર્ફે રીકીએ 2 લાખ અને દાઢી આહિરે 1.32 લાખ રૂપિયા એમ કુલ 17.32 લાખ રૂપિયા મિત્રોએ રાજેશભાઈ પાસેથી લીધા હતા.

Friendship Day Betrayal: પૈસા પરત માંગતા આપી મરવાની ધમકી
જ્યારે રાજેશભાઈએ પોતાના મુશ્કેલ સમયમાં આ નાણાં પાછા માંગ્યા, ત્યારે મિત્રોએ રંગ બદલ્યો હતો. ઘનશ્યામે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને ટ્રાન્ઝેક્શનમાં ભાગ આપવાનું કહીને રાજેશભાઈના નામે 6 અલગ-અલગ બેંકોમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવી દીધા હતા. આ બાબતે અજાણ વેપારી જ્યારે ફસાયા ત્યારે ઘનશ્યામે તેમને સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, જ્યારે રાજેશભાઈ નાણાં માટે વિનંતી કરતા ત્યારે મિત્રો કહેતા કે, “પૈસા ના હોય તો મરી જાઓ!”
Friendship Day Betrayal: સુસાઈડ નોટ છોડીને વેપારીએ ભર્યું અંતિમ પગલું
મિત્રોના માનસિક ત્રાસ અને ધમકીઓથી ભાંગી પડેલા રાજેશભાઈએ 30 જુલાઈએ પોતાના મોપેડમાં સુસાઈડ નોટ મૂકીને ઝેરી દવા પી લીધી હતી. ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત બગડતા પત્ની ભાવિકાબેન તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં સુસાઈડ નોટ અને ટેક્નિકલ પુરાવાઓના આધારે ત્રણેય મિત્રોનો પર્દાફાશ થયો હતો અને ફ્રેન્ડશિપ ડેના દિવસે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
અભિષેક શર્માનું ધમાકેદાર કમબેક; પંજાબ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં ફટકારી ડબલ સેન્ચુરી