HomeSportsSensational Comeback: અભિષેક શર્માનું ધમાકેદાર કમબેક; પંજાબ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં ફટકારી ડબલ સેન્ચુરી,...

Sensational Comeback: અભિષેક શર્માનું ધમાકેદાર કમબેક; પંજાબ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટમાં ફટકારી ડબલ સેન્ચુરી, માત્ર ચોગ્ગા-છગ્ગાથી બનાવ્યા 202 રન

Sensational Comeback: ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્માએ પંજાબ ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ ટૂર્નામેન્ટની એક વન-ડે મેચમાં રેકોર્ડબ્રેક બેવડી સદી ફટકારીને ખળભળાટ મચાવી દીધો છે. અમૃતસર મેન્સ સિનિયર ટીમ તરફથી રમતા અભિષેકે તરન તારન મેન્સ સિનિયર ટીમ સામે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું.

Sensational Comeback

Sensational Comeback: 91 બોલમાં 233 રનની ઐતિહાસિક ઇનિંગ

અભિષેક શર્માએ આ મેચમાં મેદાનની ચારેય બાજુ રનનો વરસાદ કર્યો હતો. તેણે માત્ર 91 બોલનો સામનો કરીને 250થી વધુના સ્ટ્રાઈક રેટથી 233 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે 15 શાનદાર ચોગ્ગા અને 25 વિશાળ છગ્ગા ફટકાર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેણે માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી જ 202 રન ફટકારી દીધા હતા. અભિષેક અને અભય ચૌધરી (91 રન)ના ધૂઆંઘાર પ્રદર્શનના દમ પર અમૃતસરની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 533 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

Sensational Comeback: ખરાબ ફોર્મ પાછળ છોડીને શાનદાર કમબેક

તાજેતરના સમયમાં અભિષેક શર્મા ભારતીય ટીમ માટે પોતાના ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. T20 ઇન્ટરનેશનલની છેલ્લી સાત ઇનિંગ્સમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો, જેમાં ઝિમ્બાબ્વે સામેની સિરીઝના 1, 8 અને 2 રન જેવા નિરાશાજનક સ્કોર સામેલ હતા. જોકે, આ સ્થાનિક મેચમાં શાનદાર વાપસી કરીને તેણે પોતાના ફોર્મ અને ફિટનેસના સાબિતી આપી દીધી છે.

Sensational Comeback: એશિયન ગેમ્સમાં રહેશે મોટી જવાબદારી

આગામી સપ્ટેમ્બરમાં શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ રમાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય સ્ક્વોડમાં અભિષેક શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ચાહકોની નજર તેના પર રહેશે કે તે ટીમને ઝડપી શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે. અત્યાર સુધી અભિષેકે 56 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 187.24ના શાનદાર સ્ટ્રાઈક રેટથી 1629 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 11 અડધી સદી સામેલ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પપ્પુ યાદવની પ્રેસ કોન્ફરન્સમાં હુમલાનો પ્રયાસ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments