Devotion in Aravalli: અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શામળાજી ખાતે ઉપસ્થિત રહીને ગુરુપૂર્ણિમાના પર્વની રાજ્યના નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
Devotion in Aravalli: શામળાજીના લૂસડિયા ખાતે સંત સુરમલદાસજીના દર્શન

ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના શામળાજી નજીક આવેલા લૂસડિયા ખાતે પહોંચીને સંત સુરમલદાસજીની સમાધિના દર્શન કર્યા હતા અને નમન કર્યા હતા. આ આધ્યાત્મિક વાતાવરણમાં તેમણે ગુરુ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
સંતોનું સન્માન અને આદર

આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ મંદિર અને આશ્રમના સંતોનું વિશેષ સન્માન કર્યું હતું. સંતોના આશીર્વાદ મેળવીને તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વને બિરદાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુરુપૂર્ણિમાના આ પર્વ નિમિત્તે સોશિયલ મીડિયા અને જનસંબોધન દ્વારા સૌ નાગરિકોને જીવનમાં ગુરુના માર્ગદર્શન અને મૂલ્યોને અપનાવવાની પ્રેરણા આપી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિ




