Home State Gujarat Dholera Car Crash Tragedy: ધોલેરા નજીક ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા આગ...

Dholera Car Crash Tragedy: ધોલેરા નજીક ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા આગ લાગતા પત્ની અને 1 વર્ષના પુત્રનું જીવતા સળગી જવાથી કરુણ મોત

0
136
Dholera Car Crash Tragedy
Dholera Car Crash Tragedy

Dholera Car Crash Tragedy: અમદાવાદ જિલ્લાના ધોલેરા પંથકમાં ચાંદની હોટલ નજીક મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૂળ ધોલેરાના ઓતરિયા ગામના અને હાલ સુરત ખાતે રહેતા કાકડિયા પરિવારની કાર અચાનક અકસ્માતનો ભોગ બન્યા બાદ પલટી મારી ગઈ હતી. પલટી ખાતાની સાથે જ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને થોડી જ ક્ષણોમાં સમગ્ર વાહનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું.

Dholera Car Crash Tragedy

આ ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર જતીનભાઈ અને તેમના પિતા સવજીભાઈ સમયસર બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા, પરંતુ કારના દરવાજા જામ થઈ જવાના કારણે અથવા અન્ય કોઈ કારણસર જતીનભાઈની પત્ની અમીબેન અને તેમનો એક વર્ષનો માસૂમ પુત્ર ધનુષ અંદર જ ફસાઈ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે બંને મા-દીકરા કારની અંદર જ ભડથું થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોતને ભેટ્યા હતા.

Dholera Car Crash Tragedy

Dholera Car Crash Tragedy: પતિનો હૈયુ ફાટી નાખે તેવો કલ્પાંત

આંખની સામે જ પત્ની અને ફૂલ જેવા માસૂમ પુત્રને આગમાં સળગતા જોઈને યુવાન પતિ જતીનભાઈ બેહાલ થઈ ગયા હતા. તેઓ રસ્તા પર ઉપસ્થિત લોકો સામે હાથ જોડીને આજીજી કરી રહ્યા હતા કે, તમે કેટલા બધા લોકો છો, કારને સીધી કરી આપો…” પરંતુ આગની ભીષણતા એટલી વધુ હતી કે કોઈની પણ નજીક જવાની હિંમત ચાલી નહીં, અને પિતા નિકટ ઊભા રહીને લાચાર બનીને આ ભયાનક દ્રશ્ય જોતા રહ્યા.

Dholera Car Crash Tragedy

Dholera Car Crash Tragedy: પ્રશાસનની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો, પોલીસ તેમજ બચાવ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર અને બચાવ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતકોના નશ્વર દેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર દુર્ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Dholera Car Crash Tragedy

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શેરબજારમાં સાધારણ નરમાઈ, અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો, ક્રૂડ ઓઈલ સસ્તું થયું

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે