High-Stakes White House Talks: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે વ્હાઇટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ સાથે મહત્વની બેઠકો યોજવા જઈ રહ્યા છે. આ બેઠકો યુરોપ અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ની વર્તમાન યુદ્ધાત્મક પરિસ્થિતિની દિશા નક્કી કરવામાં અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે.

High-Stakes White House Talks: ઝેલેન્સ્કીની ટ્રમ્પ પાસે એર ડિફેન્સ મિસાઈલોની માંગ
BBCના અહેવાલ મુજબ, રશિયા દ્વારા યુક્રેન પર સતત મિસાઈલ અને ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. આવા સમયે ઝેલેન્સ્કી ટ્રમ્પને મળી રહ્યા છે. યુક્રેનની હવાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે તેઓ અમેરિકા પાસે પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઈલો અને તેના ઉત્પાદનમાં સહયોગની માંગ કરશે.

અહેવાલો અનુસાર, ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસમાં સાઇડ ડોરથી પ્રવેશ્યા હતા અને શરૂઆતી તસવીરોમાં ટ્રમ્પ દ્વારા તેમનું કોઈ ભવ્ય ઔપચારિક સ્વાગત જોવા મળ્યું નહોતું.
High-Stakes White House Talks: ઇઝરાયલ-નેતન્યાહૂ પર યુદ્ધ સમાપ્ત કરવાનું દબાણ
બીજી તરફ, ધ ટાઇમ્સ ઑફ ઇઝરાયલના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં ઈરાન યુદ્ધને કેવી રીતે અટકાવવું અને મિડલ ઈસ્ટમાં કાયમી શાંતિ કેવી રીતે સ્થાપવી તે અંગે ચર્ચા થશે.
વધુમાં, સપ્ટેમ્બર 2023 પછી પ્રથમવાર નેતન્યાહૂ અને ઝેલેન્સ્કી પણ આમને-સામને દ્વિપક્ષીય બેઠક યોજવાની તૈયારી કરી રહ્યા છે. બંને દેશોની ચિંતાઓ ઈરાનને લઈને સમાન છે, કારણ કે ઈરાને રશિયાને હજારોની સંખ્યામાં ‘શાહેદ’ ડ્રોન સપ્લાય કર્યા છે, જેનો ઉપયોગ રશિયા યુક્રેન વિરુદ્ધ કરી રહ્યું છે.

High-Stakes White House Talks: હોર્મુઝ સ્ટ્રેટ માટે ઓમાનનો નવો પ્રસ્તાવ
ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઓમાને એક નવો દરસ્તાવ મૂક્યો છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઓમાન ઈચ્છે છે કે મલક્કા સ્ટ્રેટ (ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર) ની તર્જ પર હોર્મુઝ સ્ટ્રેટનું સંચાલન પ્રદેશના તમામ દેશોની ભાગીદારીથી થાય, જેથી જહાજો સ્વેચ્છાએ ટેક્સ આપીને સુરક્ષિત નેવિગેશન મેળવી શકે. ખાડી ક્ષેત્રના ઘણા દેશોએ આ પ્રસ્તાવને સમર્થન પણ આપ્યું છે.
High-Stakes White House Talks: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો
અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોના અહેવાલોને કારણે વૈશ્વિક બજારમાં તેલ સસ્તું થયું છે. બ્રેન્ટ ક્રૂડ 1.66% ઘટીને 86.89 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે, જે છેલ્લા 8 દિવસની સૌથી નીચલી સપાટી છે. જ્યારે અમેરિકી WTI ક્રૂડ પણ ઘટીને 81.16 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર કરતું જોવા મળ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




