Home Politics Manjalpur Assembly By-Election:વડોદરા માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે તંત્ર સજ્જ, આવતીકાલે યોજાશે મતદાન;...

Manjalpur Assembly By-Election:વડોદરા માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે તંત્ર સજ્જ, આવતીકાલે યોજાશે મતદાન; 2.19 લાખ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ

0
108

Manjalpur Assembly By-Election:વડોદરા શહેરમાં રાજકીય સરગરમીઓ વચ્ચે આજે માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટેનું પ્રશાસનિક આયોજન આખરી તબક્કામાં પહોંચી ગયું છે. માંજલપુર બેઠક પર યોજાનારી આ મહત્વપૂર્ણ પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતીકાલે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થશે. મતદાન શાંતિપૂર્ણ અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત તેમજ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

Manjalpur Assembly By-Election:મતદાન સામગ્રીનું વિતરણ અને સુરક્ષિત રવાના

Manjalpur Assembly By-Election

 આવતીકાલે યોજાનાર મતદાન પહેલાં ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા તમામ અધિકારીઓ અને પોલિંગ સ્ટાફને EVM (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન), VVPAT અને અન્ય જરૂરી ચૂંટણી સામગ્રીનું વિતરણ સઘન સુરક્ષા વચ્ચે કરવામાં આવ્યું છે. ચૂંટણી સામગ્રી મેળવ્યા બાદ પોલિંગ સ્ટાફના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે નિર્ધારિત કરેલા 28 રૂટ પર પોતાના મતદાન મથકો તરફ રવાના થયા છે. આખી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની અનિયમિતતા ન સર્જાય તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.

Manjalpur Assembly By-Election:મતદારો અને મતદાન કેન્દ્રોની વિગત

આ પેટાચૂંટણીમાં માંજલપુર બેઠક પર કુલ 2,19,494 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાં પુરુષ અને મહિલા મતદારો ઉત્સાહભેર ભાગ લેશે. મતદારોને મતદાન કરવામાં કોઈ અગવડ ન પડે અને લાંબી લાહોરો ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર વિસ્તારમાં કુલ 260 મતદાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. તમામ મતદાન કેન્દ્રો પર વીજળી, પાણી, દિવ્યાંગો માટે રેમ્પ અને વ્હીલચેર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

Manjalpur Assembly By-Election:વહીવટી તંત્રની કડક નજર અને અપીલ

Manjalpur Assembly By-Election

 આ અંગે વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર દ્વારા તમામ એડવાન્સ આયોજન કરી લેવામાં આવ્યું છે. સંવેદનશીલ કેન્દ્રો પર વધારાની સુરક્ષા ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.” કલેક્ટરે તમામ મતદારોને અપીલ કરી છે કે તેઓ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહભેર જોડાય અને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે.

આ પણ વાંચો :ધોલેરા નજીક ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા આગ લાગતા પત્ની અને 1 વર્ષના પુત્રનું જીવતા સળગી જવાથી કરુણ મોત

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે