Education Department Steps In: ગુજરાતમાં હાલમાં જ પડેલા ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે પાયાના જનજીવન સાથે શિક્ષણક્ષેત્રને પણ ભારે અસર પહોંચી છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓના ચોપડા અને પાઠ્યપુસ્તકો પલળી ગયા છે અથવા નષ્ટ પામ્યા છે. આવા વિકટ સમયે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અતિવૃષ્ટિના કારણે પલળી ગયેલા કે નુકસાન પામેલા પાઠ્યપુસ્તકોને બદલે નવા પાઠ્યપુસ્તકો તદન વિનામૂલ્યે આપવામાં આવશે.
Education Department Steps In: કોને મળશે આ યોજનાનો લાભ?

આ રાહતરૂપ યોજનાનો લાભ રાજ્યની સરકારી તેમજ અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં અભ્યાસ કરતા તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને મળશે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ આ સમગ્ર વ્યવસ્થાને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી છે.
Education Department Steps In: યુદ્ધના ધોરણે ડેટા એકત્ર કરવાની કામગીરી શરૂ
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને (DPEO) કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક ધોરણે વરસાદથી નુકસાન પામેલા પાઠ્યપુસ્તકોની સાચી વિગતો અને માંગણી એકત્ર કરી મંડળને મોકલી આપે. માંગણી મળતાની સાથે જ પ્રભાવિત શાળાઓ સુધી નવા પુસ્તકો ઝડપથી પહોંચાડવા માટે ખાસ લોજિસ્ટિક્સ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની અપીલ
રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે, જે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો વરસાદ અથવા પાણી ભરાવાના કારણે ખરાબ થઈ ગયા હોય, તેઓએ સહેજ પણ ચિંતા કર્યા વગર પોતાની સંબંધિત શાળાના આચાર્ય અથવા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની કચેરીનો તત્કાલિક સંપર્ક કરવો, જેથી સમયસર નવા પુસ્તકો મેળવીને તેમનો અભ્યાસ નિર્વિઘ્નપણે આગળ વધી શકે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અંબાલાલ પટેલની મોટી આગાહી: આજથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા




