HomeGujaratMonsoon Revival: અંબાલાલ પટેલની મોટી આગાહી: આજથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, 30...

Monsoon Revival: અંબાલાલ પટેલની મોટી આગાહી: આજથી રાજ્યમાં વરસાદી માહોલ જામશે, 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Monsoon Revival: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે સજ્જ થઈ ગયા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને નવી અને મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ અને અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજના કારણે આજથી જ રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શરૂઆત થઈ ગઈ છે.

Monsoon Revival: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મુખ્ય આગાહીઓ:

Monsoon Revival
  • વરસાદનો નવો રાઉન્ડ: આગામી ૩૦ જુલાઈથી ૩ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો એવો ભારે વરસાદ ખાબકવાની પ્રબળ શક્યતા છે.
  • કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ? મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
  • ગુજરાત અને સૌરાષ્ટ્ર: ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે.
  • પૂર જેવી સ્થિતિનું જોખમ: કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
  • ઓગસ્ટમાં વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી ૫ થી ૧૨ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પાલનપુરમાં માત્ર બે ઈંચ વરસાદથી જળબંબાકાર; કલેક્ટર અને મામલતદાર કચેરી આગળ પાણી ભરાતા અરજદારો અને અધિકારીઓ અટવાયા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments