Home State Gujarat Veraval Rain Havoc: વેરાવળમાં મેઘરાજાના વિરામ બાદ પણ જળબંબાકાર, 12 કલાકથી વરસાદ...

Veraval Rain Havoc: વેરાવળમાં મેઘરાજાના વિરામ બાદ પણ જળબંબાકાર, 12 કલાકથી વરસાદ બંધ છતાં રસ્તાઓ બન્યા નદી, પ્રી-મોન્સૂન એક્શન પ્લાનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

0
114
Veraval Rain Havoc
Veraval Rain Havoc

Veraval Rain Havoc: ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાં શુક્રવારે મેઘરાજાએ વિરામ લીધો હોવા છતાં, સ્થાનિક નગરપાલિકાની કથળેલી ડ્રેનેજ વ્યવસ્થાને કારણે શહેર હજુ પણ જળમગ્ન છે. વરસાદ બંધ થયાના અંદાજે 12 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે દર વર્ષે લાખો રૂપિયાનું આંધણ કરવા છતાં, સિઝનના પહેલા જ રાઉન્ડમાં આખી ગટર વ્યવસ્થા ચોકઅપ થઈ જતાં પાલિકા તંત્રના નબળા આયોજન અને કથિત ભ્રષ્ટાચાર સામે સ્થાનિકોમાં પ્રચંડ આક્રોશ ફાટી નીકળ્યો છે.

Veraval Rain Havoc

Veraval Rain Havoc: મુખ્ય બજારોમાં બેક મારી રહી છે ગટરો, ટ્રાફિક જામથી જનજીવન ઠપ્પ

વેરાવળનો સૌથી વ્યસ્ત અને હાર્દ સમાન ગણાતો વ્યાપારી વિસ્તાર રાજેન્દ્ર ભુવન રોડ સંપૂર્ણપણે તળાવમાં ફેરવાઈ ગયો છે. અડધા દિવસથી વધુ સમય થવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ધોરીમાર્ગો અને આંતરિક રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા વાહનવ્યવહાર ખોરવાયો છે. ઓફિસે જતા કર્મચારીઓ, મુસાફરો અને ખરીદી માટે નીકળેલા નાગરિકો કલાકો સુધી ટ્રાફિક જામ અને ગંદા પાણીમાં ફસાયા હતા, જેના કારણે સમગ્ર શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Veraval Rain Havoc

Veraval Rain Havoc: દુકાનો-ઓફિસોમાં પાણી ઘૂસતા વેપારીઓને મોટો આર્થિક ફટકો

રાજેન્દ્ર ભુવન રોડ સહિતના વેપારી મથકો પર આવેલી અસંખ્ય દુકાનો અને વ્યાવસાયિક ઓફિસોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર:

Veraval Rain Havoc
  • દુકાનોમાં રાખેલા કિંમતી ઇલેક્ટ્રોનિક સાધનો, ફર્નિચર અને અન્ય માલસામાન પાણીમાં પલળી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે.
  • મહત્વના કાનૂની અને ધંધાકીય દસ્તાવેજો નાશ પામ્યા છે.
  • પાણી ભરાવાને કારણે વેપારીઓને આખો દિવસ ધંધા-રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી.
Veraval Rain Havoc

Veraval Rain Havoc: કુદરતી વહેણમાં ગેરકાયદે બાંધકામો અને રોગચાળાનો ભય

શહેરના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કુદરતી વહેણમાં ગેરકાયદે બાંધકામો અથવા કચરાના ગંજ ખડકાયેલા હોવાથી પાણીનો નિકાલ થતો નથી. પરિણામે ગટરો બેક મારીને ઓવરફ્લો થઈ રહી છે. વરસાદી પાણી સાથે ગટરના ગંદા અને દૂષિત પાણી મિક્સ થઈને રોડ પર ફરી વળ્યા છે. કલાકો સુધી આ ગંદકી જમા રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને શહેરમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.

Veraval Rain Havoc

વેપારીઓની વળતર અને કાયમી ઉકેલની માંગ: ભારે આર્થિક નુકસાન વેઠી રહેલા પીડિત વેપારીઓએ વહીવટી તંત્ર પાસે નુકસાનીનું યોગ્ય સર્વેક્ષણ કરાવીને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ કરી છે. આ સાથે જ દર ચોમાસે સર્જાતી આ કાયમી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવવા માટે વૈજ્ઞાનિક ઢબે નવી ડ્રેનેજ લાઇન નાખવાની અપીલ કરાઈ છે. હવે જોવાનું એ રહેશે કે જનઆક્રોશ બાદ પાલિકા તંત્ર જાગશે કે પછી વેરાવળ વાસીઓને આમ જ હાલાકી ભોગવવી પડશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

જુનાગઢમાં મેઘતાંડવ વચ્ચે દિલધડક રેસ્ક્યુ, મેંદરડામાં ધસમસતા પૂરમાં ફસાયેલા બાળકો-વૃદ્ધો સહિત 19 જિંદગીઓ માટે ‘દેવદૂત’ બની ફાયર ટીમ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે