Home Life Style Telegram Piracy Ban: ટેલિગ્રામ પર ફિલ્મ-વેબ સિરીઝ હવે ફ્રીમાં નહીં મળે! સરકારે...

Telegram Piracy Ban: ટેલિગ્રામ પર ફિલ્મ-વેબ સિરીઝ હવે ફ્રીમાં નહીં મળે! સરકારે આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, પાઇરેટેડ ચેનલો અને ગ્રુપ્સ થશે બંધ

0
87
Telegram Piracy Ban
Telegram Piracy Ban

Telegram Piracy Ban: જો તમે પણ ટેલિગ્રામ પરથી નવી ફિલ્મો કે વેબ સિરીઝ મફતમાં ડાઉનલોડ કરીને જોતા હોવ, તો તમારા માટે આ મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે પ્રખ્યાત મેસેજિંગ એપ ટેલિગ્રામ (Telegram) વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિગ્રામને તેના પ્લેટફોર્મ પરથી તમામ પાઇરેટેડ કન્ટેન્ટ, ફિલ્મો અને OTT શો ઉપલબ્ધ કરાવતી ચેનલો તથા ગ્રુપ્સને તાત્કાલિક હટાવવા આદેશ આપ્યો છે. સરકાર તરફથી કંપનીને માત્ર 3 દિવસમાં આ બીજી નોટિસ ફટકારવામાં આવી છે.

Telegram Piracy Ban

Telegram Piracy Ban: 15 દિવસમાં એક્શન રિપોર્ટ સોંપવા આદેશ

સરકારે નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, ટેલિગ્રામ પોતાના પ્લેટફોર્મ પરથી પાઇરેટેડ ફિલ્મો અને વેબ સિરીઝનું સર્ક્યુલેશન તાત્કાલિક ધોરણે રોકે. આ સાથે જ આગામી 15 દિવસમાં આ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર શું એક્શન લેવાયા, તેનો વિગતવાર રિપોર્ટ સરકારને સુપરત કરવો પડશે.

Telegram Piracy Ban: પ્લેટફોર્મ લેવલ પર બનાવવી પડશે મજબૂત સિસ્ટમ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કડક શબ્દોમાં કહ્યું છે કે ટેલિગ્રામ હવે માત્ર યુઝર્સની ફરિયાદોની રાહ જોઈને બેસી ન શકે. એક-એક ચેનલ બ્લોક કરવાને બદલે પ્લેટફોર્મ સ્તરે જ એવી મજબૂત સિસ્ટમ (ફિલ્ટર) બનાવવી પડશે જેથી આવી સામગ્રી અપલોડ જ ન થઈ શકે. સરકારના મતે, ટેલિગ્રામની અત્યાર સુધીની ધીમી કામગીરી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને IT નિયમો, 2021 હેઠળ ‘ડ્યુ ડિલિજન્સ’ (યોગ્ય તકેદારી) ની શરતોનું ઉલ્લંઘન કરે છે.

Telegram Piracy Ban: કાયદાકીય ગાળિયો કસાશે: જેલની સજા પણ થઈ શકે

સરકારે ચેતવણી આપી છે કે કોપીરાઈટનું ઉલ્લંઘન એ માત્ર દીવાની (સિવિલ) વિવાદ નથી. જો ભવિષ્યમાં પણ આવી પાઇરેસી ચાલુ રહેશે અથવા કંપની તરફથી અધૂરો જવાબ મળશે, તો કોપીરાઈટ એક્ટ 1957 અને સિનેમેટોગ્રાફ એક્ટ 1952 હેઠળ ગુનાહિત જવાબદારી (Criminal Liability) નક્કી કરવામાં આવશે, જેમાં જેલની સજાની જોગવાઈ પણ સામેલ છે.

  • 3000થી વધુ ચેનલો થઈ ચૂકી છે બ્લોક: સરકારે આ અગાઉ પણ પાઇરેટેડ કન્ટેન્ટ ફેલાવતી 3000થી વધુ ટેલિગ્રામ ચેનલોને બ્લોક કરી દીધી છે.
  • નિયમ તોડનારા પર નજર: વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતા ચેનલો, ગ્રુપ્સ, ઓટોમેટેડ બોટ્સ, એકાઉન્ટ્સ અને તેના એડમિનિસ્ટ્રેટર્સ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરાશે.

Telegram Piracy Ban: જૂન મહિનામાં પણ ટેલિગ્રામ પર લાગ્યો હતો પ્રતિબંધ

અત્રે ઉલ્લેખનીય છે કે, ટેલિગ્રામ અગાઉ પણ વિવાદોમાં રહ્યું છે. જૂન મહિનામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ભલામણ પર પેપર લીક મામલે સરકારે 16 જૂનથી 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત, 21 જૂને યોજાયેલી NEET 2026ની ફરીથી પરીક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે ટેલિગ્રામને 30 જૂન સુધી પોતાનું ‘મેસેજ-એડિટિંગ’ ફીચર બંધ રાખવાનો પણ આદેશ આપ્યો હતો. હવે પાઇરેસી મામલે સરકાર ડિજિટલ સ્ટ્રાઈકના મૂડમાં દેખાઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

વેરાવળમાં મેઘરાજાના વિરામ બાદ પણ જળબંબાકાર, 12 કલાકથી વરસાદ બંધ છતાં રસ્તાઓ બન્યા નદી, પ્રી-મોન્સૂન એક્શન પ્લાનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે