World Bank Warns: વિશ્વ બેંકની ગંભીર ચેતવણી, 2050 સુધીમાં શહેરી ગરીબો પર ગરમીનો પ્રકોપ 700% વધશે, ‘સાઇલેન્ટ કિલર’ બનશે હીટવેવ

0
125
World Bank Warns
World Bank Warns

World Bank Warns: ગ્લોબલ વોર્મિંગ હવે માત્ર પર્યાવરણીય ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ એક જીવલેણ સંકટ બની રહ્યો છે. વિશ્વ બેંકના તાજેતરના રિપોર્ટ અનુસાર, જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો વર્ષ 2050 સુધીમાં શહેરોમાં રહેતા ગરીબોની સંખ્યા, જે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા હશે, તેમાં 700% નો તોતિંગ વધારો થશે.

World Bank Warns

World Bank Warns: ‘અર્બન હીટ આઇલેન્ડ’: શહેર જ્યારે ભઠ્ઠી બનશે

રિપોર્ટમાં જણાવાયું છે કે શહેરોમાં કોંક્રિટના જંગલો અને ઘટતી હરિયાળીને કારણે ‘અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટ’ સર્જાય છે. આ કારણે શહેરનું તાપમાન આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતા 10°C જેટલું વધારે હોઈ શકે છે. આ ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ મૃત્યુ, બેરોજગારી અને ગરીબીનું મુખ્ય કારણ બની રહી છે.

World Bank Warns: રિપોર્ટની મુખ્ય વિગતો:

  • સૌથી વધુ જોખમ: પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના શહેરો પર સૌથી મોટું સંકટ.
  • સાઇલેન્ટ કિલર: ગરમીને કારણે લોકોની કાર્યક્ષમતા ઘટી રહી છે, બાળકો શાળાએ જઈ શકતા નથી અને હોસ્પિટલો પર ભાર વધી રહ્યો છે.
  • આર્થિક ફટકો: ગરમીને કારણે વીજળીની માંગ વધતા સિસ્ટમ ખોરવાશે અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતરની સમસ્યા ઉભી થશે.

ગરમી હવે માત્ર મોસમી પરેશાની નથી, તે શહેરોની આખી વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી દેશે.”વિશ્વ બેંક

World Bank Warns: બચાવ માટેનો એક્શન પ્લાન: વિશ્વ બેંકની ‘હેન્ડબુક’

આ ભયાનક સ્થિતિને રોકવા માટે વિશ્વ બેંકે UN-Habitat અને UNEP સાથે મળીને ‘Handbook on Urban Heat Management in the Global South’ જાહેર કરી છે. જેમાં નીચે મુજબના સસ્તા અને અસરકારક ઉપાયો સૂચવવામાં આવ્યા છે:

  1. નેચર બેઝ્ડ સોલ્યુશન્સ: શહેરોમાં હરિયાળા બગીચા અને રૂફ ગાર્ડન (ધાબા પર બગીચા) વધારવા.
  2. પેસિવ કૂલિંગ: વીજળી વગર ઘર ઠંડા રહે તેવી બાંધકામ શૈલી અને છાંયડાવાળી ઇમારતોનું નિર્માણ.
  3. ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર: શહેરી આયોજનમાં ફેરફાર કરી ગરીબો સુધી સસ્તી કૂલિંગ સુવિધા પહોંચાડવી.

World Bank Warns: અંતિમ ચેતવણી

વૈજ્ઞાનિકો અને વિશ્વ બેંક સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જો અત્યારે સરકારો અને વહીવટીતંત્ર જાગૃત નહીં થાય, તો 2050 સુધીમાં શહેરો ‘આગના દરિયા’ બની જશે. આ હેન્ડબુક શહેરો માટે છેલ્લી તક સમાન છે. જો આપણે આજે પ્રકૃતિ અને આયોજન સાથે તાલમેલ નહીં મિલાવીએ, તો આવનારી પેઢી માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 વડોદરામાં ચૂંટણી જંગ ગરમાયો, લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ