High Drama in Vadodara: વડોદરામાં ચૂંટણી જંગ ગરમાયો, લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ

0
84
High Drama in Vadodara
High Drama in Vadodara

High Drama in Vadodara: સંસ્કારી નગરી વડોદરામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન લોકશાહીના પર્વમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી જતાં અનેક જગ્યાએ ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.

High Drama in Vadodara

High Drama in Vadodara: લાધારામ સ્કૂલમાં હંગામો

માંડવી નજીક આવેલી લાધારામ સ્કૂલમાં મતદાન પ્રક્રિયા દરમિયાન સ્થિતિ તંગ બની હતી. કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો મતદારોને સીધા મતદાન મથકની અંદર લઈ જઈ રહ્યા છે. આ મુદ્દે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી. બીજી તરફ, ભાજપના કાર્યકરોએ વળતો આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના લોકો મતદારોને ચોક્કસ પક્ષમાં મત આપવા માટે દબાણ કરી રહ્યા છે.

High Drama in Vadodara: માંજલપુરમાં ‘મોદી કટ-આઉટ’ મુદ્દે વિવાદ

માંજલપુર વિસ્તારમાં મતદાન મથકની બિલકુલ નજીક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કટ-આઉટ રાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસના અગ્રણી આશિક માંગરોલાએ આચારસંહિતા ભંગનો મુદ્દો ઉઠાવી ઉગ્ર વિરોધ કર્યો હતો. ભારે હોબાળા બાદ આખરે તંત્ર દ્વારા તે કટ-આઉટને ત્યાંથી ખસેડવામાં આવ્યું હતું.

High Drama in Vadodara: ચોખંડી અને નાની શાકમાર્કેટમાં ઘર્ષણ

ચોખંડી અને નાની શાકમાર્કેટ વિસ્તારમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના કાર્યકરો બિનઅધિકૃત રીતે બૂથમાં ઘૂસી રહ્યા છે અને મતદાન પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટનાઓને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિને થાળે પાડી હતી.

આચારસંહિતા ભંગના આક્ષેપો

સમગ્ર દિવસ દરમિયાન વડોદરાના વિવિધ બૂથો પરથી આચારસંહિતા ભંગની નાની-મોટી ફરિયાદો ઉઠતી રહી હતી. કોંગ્રેસ દ્વારા ભાજપ પર સત્તાના જોરે નિયમોનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે ભાજપે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

વડોદરામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત હોવા છતાં, કાર્યકરો વચ્ચેની આ ખેંચતાણે ચૂંટણીના માહોલને વધુ ઉત્તેજક બનાવી દીધો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અરબી સમુદ્રમાં અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક ઈરાનની નાકાબંધી તોડતું ‘સેવાન’ જહાજ ઝડપાયું