HomeGujaratJunagadh Rain Havoc: જુનાગઢમાં મેઘતાંડવ વચ્ચે દિલધડક રેસ્ક્યુ, મેંદરડામાં ધસમસતા પૂરમાં ફસાયેલા...

Junagadh Rain Havoc: જુનાગઢમાં મેઘતાંડવ વચ્ચે દિલધડક રેસ્ક્યુ, મેંદરડામાં ધસમસતા પૂરમાં ફસાયેલા બાળકો-વૃદ્ધો સહિત 19 જિંદગીઓ માટે ‘દેવદૂત’ બની ફાયર ટીમ

Junagadh Rain Havoc: જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામેથી એક કાળજું કંપાવી દેનારી પણ સુખદ અંતવાળી ઘટના સામે આવી છે. ગામ નજીક રસ્તા પર વહી રહેલા પાણીના અત્યંત તીવ્ર અને ધસમસતા પ્રવાહમાં એક રીક્ષા, એક કાર અને એક ઈકો ગાડી ફસાઈ ગઈ હતી. ગાડીઓમાં સવાર બાળકો અને વૃદ્ધો સહિત કુલ 19 લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જેમને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમે ભારે જહેમત બાદ દિલધડક રેસ્ક્યુ કરીને હેમખેમ બચાવી લીધા છે.

Junagadh Rain Havoc

Junagadh Rain Havoc: ઈમરજન્સી નંબર 112 પર આવી કોલ અને તંત્ર દોડતું થયું

આ ઘટનાની વિગત એવી છે કે, પૂરના પાણી રોડ પર ફરી વળતા ત્રણ વાહનો વચ્ચે પ્રવાહમાં અટવાઈ ગયા હતા. આ મુશ્કેલ પરિસ્થિતિ અંગે ઈમરજન્સી હેલ્પલાઈન નંબર 112 પરથી જૂનાગઢ ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ગણતરીની મિનિટોમાં જ જૂનાગઢ ફાયર સ્ટેશનની ટીમ તમામ જરૂરી રેસ્ક્યુ ઈક્વિપમેન્ટ્સ સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Junagadh Rain Havoc

Junagadh Rain Havoc: પાણીનો પ્રવાહ અત્યંત તીવ્ર છતાં ફાયર ઓફિસરની સુઝબુઝ કામ આવી

જ્યારે ફાયરની ટીમ પહોંચી ત્યારે નોળી નદી અને આસપાસના વોકળાનું પાણી રસ્તા પર ભયજનક સપાટીએ વહી રહ્યું હતું. આ પૂરના ધસમસતા પ્રવાહ વચ્ચે વાહનો ગમે ત્યારે તણાઈ જાય તેવી સ્થિતિ હતી.

જૂનાગઢ ફાયર સર્વિસના ડિવિઝનલ ફાયર ઓફિસર શ્રી જીગરદાન ગઢવીની આગેવાનીમાં ટીમે તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો. પાણીનો કરંટ ખૂબ વધારે હોવા છતાં, જવાનોએ પોતાની જાનની પરવા કર્યા વગર દોરડા અને અન્ય સાધનોની મદદથી વાહનો સુધી પહોંચીને એક પછી એક તમામ 19 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

Junagadh Rain Havoc: પરિવારો માટે ‘દેવદૂત’ બન્યા ફાયરના જવાનો

ભયના ઓથાર હેઠળ જીવી રહેલા પરિવારો, બાળકો અને અસહાય વૃદ્ધો માટે મુશ્કેલીના આ સમયે જૂનાગઢ ફાયર સર્વિસના જવાનો સાક્ષાત ‘દેવદૂત’ સાબિત થયા હતા. તમામ 19 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા બાદ પરિવારોએ તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ પણ ફાયર ફાયટર્સની આ બહાદુરી અને ત્વરિત કામગીરીને બિરદાવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

અમદાવાદના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ વર્ષ 2027માં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા મહત્વના નિર્દેશ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments