Home State Gujarat Gujarat Infrastructure Push: અમદાવાદના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ વર્ષ 2027માં દોડશે...

Gujarat Infrastructure Push: અમદાવાદના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી ગતિ વર્ષ 2027માં દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યા મહત્વના નિર્દેશ

0
103
Gujarat Infrastructure Push
Gujarat Infrastructure Push

Gujarat Infrastructure Push: કેન્દ્રીય રેલવે, સૂચના અને પ્રસારણ તથા આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ આગમન પર એરપોર્ટ ખાતે શહેરના જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનની પ્રગતિની સમીક્ષા કરવા સાથે અમદાવાદ શહેર અને રેલવે કનેક્ટિવિટીને જોડતા 5 મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટે સ્પષ્ટ નિર્દેશો આપવામાં આવ્યા છે.

બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ ખુશખબરી આપતા જણાવ્યું હતું કે, “મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાનું આશરે 80 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. વર્ષ 2027માં સુરત-બિલિમોરા સેક્શન વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સેવાનો પ્રારંભ કરી દેવામાં આવશે.” ત્યારબાદ ક્રમશઃ વાપી-સુરત, વાપી-અમદાવાદ અને છેલ્લે મુંબઈ સુધી આ સેવાનો વિસ્તાર કરાશે.

Gujarat Infrastructure Push

Gujarat Infrastructure Push: અમદાવાદ શહેર અને રેલવેના આ 5 મુખ્ય કામો ઝડપથી પૂરા થશે

બેઠક દરમિયાન જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાને રાખીને કેન્દ્રીય મંત્રીએ નીચે મુજબના 5 મહત્વના નિર્ણયો લીધા હતા:

  1. ઓમનગર અંડરપાસ (ROB): ઓમનગર અંડરપાસનું બાકી રહેલું કામ આગામી નવરાત્રી પહેલાં જ પૂર્ણ કરવા માટે અધિકારીઓને ડેડલાઇન આપવામાં આવી છે.
  2. અસારવા સ્ટેશનનો પુનઃવિકાસ: અસારવાને એક આધુનિક ટર્મિનલ તરીકે વિકસાવાશે, જેમાં નવી સ્ટેશન બિલ્ડિંગ, અત્યાધુનિક યાત્રી સુવિધાઓ અને DRM ઓફિસ સહિતના સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ કરાશે.
  3. સારંગપુર તરફ બીજું પ્રવેશદ્વાર: અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે સારંગપુર બાજુ દ્વિતીય પ્રવેશદ્વાર અને નવી રોડ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે.
  4. શાહપુર-અમદાવાદ ફ્લાયઓવર: ભારતીય પુરાતત્વ (ASI) અને રાષ્ટ્રીય સ્મારક સંરક્ષણ સંબંધિત જરૂરી મંજૂરીઓ વહેલી તકે મેળવીને આ ફ્લાયઓવર પ્રોજેક્ટને આગળ ધપાવવા સહમતી સધાઈ છે.
  5. સાબરમતી સ્ટેશન રોડનું વિસ્તરણ: સાબરમતી રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે મુસાફરોને સરળતા રહે તે માટે સ્ટેશન રોડના વિસ્તરણ અને વિકાસ માટે એક સંયુક્ત કાર્યયોજના (Action Plan) તૈયાર કરાશે.
Gujarat Infrastructure Push

Gujarat Infrastructure Push: સાણંદમાં દેશનો ત્રીજો સેમીકન્ડક્ટર પ્લાન્ટ: ભારત માટે ઐતિહાસિક દિવસ

બેઠક બાદ પત્રકારો સાથે વાતચીતમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આજનો દિવસ ભારતના સેમીકન્ડક્ટર નિર્માણ ક્ષેત્ર માટે ઐતિહાસિક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાણંદમાં દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પૂર્વે વડાપ્રધાન દ્વારા 28 ફેબ્રુઆરી અને 31 માર્ચના રોજ સાણંદમાં અન્ય બે સેમીકન્ડક્ટર પરિયોજનાઓનો શુભારંભ કરાયો હતો, જે ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ હબ બનાવશે.

Gujarat Infrastructure Push: બેઠકમાં મહાનુભાવોની ઉપસ્થિતિ

અમદાવાદ એરપોર્ટ પર આયોજિત આ મહત્વની બેઠકમાં કેન્દ્રીય મંત્રીના સ્વાગત સાથે જનહિતના પ્રશ્નોની ચર્ચા માટે અમદાવાદ મહાનગર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહ, મહામંત્રીઓ દર્શક ઠાકરે, ગૌતમભાઈ કથિરિયા અને ઉમંગભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, ભાજપ નેતા જશુભાઈ ઠાકોર, મુખ્ય દંડક અતુલભાઈ મિશ્રા અને કાઉન્સિલર સન્ની ખાનચંદાની સહિતના અનેક જનપ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ઓ…કાકા… હવે કેટલાં પરવળ લેશો…? USમાં સુપરમાર્કેટના ઓપનિંગમાં ગુજરાતીઓની પડાપડી, રૂ. 370ના પરવળ માટે જામ્યો ‘જંગ’!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે