HomeGujaratValsad Food Safety Drive: વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ, 8...

Valsad Food Safety Drive: વલસાડમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની લાલ આંખ, 8 હોટલોમાં ઓચિંતી તપાસ

Valsad Food Safety Drive: વલસાડ જિલ્લામાં હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વિભાગની ટીમે વલસાડ શહેર અને આસપાસની અલગ-અલગ હોટલ તથા રેસ્ટોરન્ટમાં ઓચિંતી ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 8 જેટલી હોટલ-રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Valsad Food Safety Drive: 8 સ્થળોએ ઓચિંતું ચેકિંગ

Valsad Food Safety Drive

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે હોટલ અને રેસ્ટોરન્ટના કિચન, ખાદ્ય સામગ્રીનો સંગ્રહ, સ્વચ્છતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી. ચેકિંગ દરમિયાન એક હોટલને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા એક રેસ્ટોરન્ટ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Valsad Food Safety Drive: સબજી વાલા રેસ્ટોરન્ટ બંધ કરાઈ

Valsad Food Safety Drive

વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી સબજી વાલા રેસ્ટોરન્ટ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. રેસ્ટોરન્ટના કિચનમાં ગંદકી અને અવ્યવસ્થા જોવા મળતા વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ બંધ કરાવવામાં આવી છે.

મહત્વનું છે કે સબજી વાલા રેસ્ટોરન્ટને અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં કિચનની સ્વચ્છતા અને વ્યવસ્થામાં જરૂરી સુધારો ન જોવા મળતા આ વખતે વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

Valsad Food Safety Drive: નિયમોનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી

Valsad Food Safety Drive

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહી બાદ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ખાદ્યપદાર્થો તૈયાર કરતી જગ્યાએ સ્વચ્છતા જાળવવી, ખાદ્ય સામગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ કરવો અને ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન થાય તે માટેના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

Valsad Food Safety Drive

વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હોટલ અને રેસ્ટોરન્ટમાં આવી ઓચિંતી તપાસ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે. ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે નોટિસથી લઈને બંધ કરવાની કાર્યવાહી સુધીના પગલાં લેવામાં આવી શકે છે. વલસાડમાં થયેલી આ કાર્યવાહીથી ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકોને સ્વચ્છતા અને નિયમોના પાલન અંગે સાવચેત રહેવાનો સંદેશ મળ્યો છે.

વધુ સામાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો: વિદેશમાં અબજો મોકલતી કંપનીઓ પર ટેક્સ વિભાગની નજર, 394 સંસ્થાઓની તપાસ શરૂ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments