HomeAhmedabadFood Safety Crackdown in Ahmedabad: અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર AMCની કડકાઈ: ગંદકી...

Food Safety Crackdown in Ahmedabad: અમદાવાદમાં ફૂડ સેફ્ટી પર AMCની કડકાઈ: ગંદકી અને ભેળસેળ મળતાં અનેક એકમો સીલ

Food Safety Crackdown in Ahmedabad: અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસમાં ખાદ્ય સુરક્ષા તથા સ્વચ્છતા સુનિશ્ચિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રસોડામાં CCTV કેમેરા લગાવી તેનું લાઈવ ફીડ રિસેપ્શન અથવા ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે દર્શાવવા સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ ગ્રાહકોને ખાદ્ય પદાર્થો કઈ પરિસ્થિતિમાં તૈયાર થાય છે અને રસોડામાં સ્વચ્છતાના નિયમોનું કેટલું પાલન થાય છે તે અંગે વધુ પારદર્શિતા લાવવાનો છે.

Food Safety Crackdown in Ahmedabad: FSSAIના નિયમોના પાલન પર ભાર

Food Safety Crackdown in Ahmedabad

ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, Food Safety and Standards Act, 2006 તથા FSSAIની માર્ગદર્શિકા મુજબ ફૂડ બિઝનેસ એકમોએ રસોડાની સ્વચ્છતા, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત હાઈજીન, કાચા અને રાંધેલા ખોરાકના અલગ સ્ટોરેજ, સલામત પાણી, નિયમિત પેસ્ટ કંટ્રોલ અને કચરાના યોગ્ય નિકાલ સહિતના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.

ખાદ્ય પદાર્થોને ધૂળ અને જીવાતથી સુરક્ષિત રાખવા, યોગ્ય કૂડ કલરનો ઉપયોગ કરવા તેમજ રસોઈમાં ખાદ્ય તેલનો નિયમસર ઉપયોગ કરવા પણ સૂચના આપવામાં આવી છે. નિયમોનો ગંભીર અથવા વારંવાર ભંગ થતો જણાશે તો લાયસન્સ રદ કરવાની સાથે એકમને સીલ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે.

Food Safety Crackdown in Ahmedabad: ચેકિંગ દરમિયાન ગંદકી અને જીવાત મળી

Food Safety Crackdown in Ahmedabad

19 ઓગસ્ટે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન અનેક એકમોમાં નિયમોનું ઉલ્લંઘન સામે આવ્યું હતું. સૈજપુર બોઘા સ્થિત મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજની RKR કેટરર્સ કેન્ટીનમાં FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી અને ખાદ્ય પદાર્થોમાં જીવાત મળી આવતાં કેન્ટીનને સીલ કરવામાં આવી હતી.

મણિનગરના MAD OVER GRILLSના સ્ટોરરૂમમાં મેંદાના જથ્થામાંથી જીવતી જીવાત મળી આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. કુબેરનગરના રાજેશ દૂધ ઘર અને પ્રખ્યાત રોડ પરના ભૈરવનાથ ભોજનાલયમાંથી મળેલા મીડિયમ અને લો-ફેટ પનીરનો જથ્થો અપ્રમાણિત જણાતાં બંને એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા સંતોષ ઘી ભંડારમાં વનસ્પતિ તેલમાંથી બનાવટી ઘી બનાવવામાં આવતું હોવાની આશંકા મળતાં નમૂના લઈ એકમ સીલ કરવામાં આવ્યું હતું. જ્યારે બહેરામપુરની સમ્રાટ બેકરી અને સરખેજના સબરુ ચાઈનીઝ મોકલાઈ એન્ડ તવા ફ્રાયમાં FSSAI લાયસન્સનો અભાવ, ગંદકી તેમજ કારીગરોના મેડિકલ અને પાણીના ટેસ્ટિંગ રિપોર્ટ ઉપલબ્ધ ન હોવાથી કાર્યવાહી કરાઈ હતી.

Food Safety Crackdown in Ahmedabad: રેસ્ટોરન્ટ માલિકોએ પણ વ્યક્ત કરી ચિંતા

Food Safety Crackdown in Ahmedabad

મારુતિનંદન રેસ્ટોરન્ટના માલિક મદનસિંહે જણાવ્યું હતું કે ગ્રાહકોને કિચનનું લાઈવ CCTV બતાવવાની સૂચના પારદર્શિતા માટે સારી છે. જોકે, કેટલાક ગ્રાહકો દ્વારા સ્વચ્છતા કે હાઈજીનના મુદ્દે તેનો દુરુપયોગ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કર્મચારી દ્વારા એપ્રોન ન પહેરવા જેવી બાબતોને લઈને ગ્રાહકો અને સંચાલકો વચ્ચે બિનજરૂરી તકરાર ઊભી ન થાય તે માટે વ્યવસ્થા સ્પષ્ટ હોવી જોઈએ.

AMCના આ નિર્ણયથી હવે અમદાવાદના રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસમાં રસોડાની સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન પર વધુ નજર રહેશે. ગ્રાહકોને પણ ભોજનની ગુણવત્તા અને તેને તૈયાર કરવાની પ્રક્રિયા અંગે વધુ પારદર્શિતા મળવાની શક્યતા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘ઓપરેશન સિંદૂર’ ડોક્યુમેન્ટરી પર પાકિસ્તાન ભડક્યું, કહ્યું- પ્રોપેગેન્ડા છે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments