HomeAhmedabadMoving Bus Turns Into Fireball: દોડતી લક્ઝરી બસ બની આગની ગોળી, મુસાફરોનો...

Moving Bus Turns Into Fireball: દોડતી લક્ઝરી બસ બની આગની ગોળી, મુસાફરોનો ચમત્કારિક બચાવ

Moving Bus Turns Into Fireball: રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ભાયલા બ્રિજ નજીક દોડતી ખાનગી લક્ઝરી બસમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલતી બસમાં આગ લાગતા અંદર સવાર મુસાફરોમાં ભય ફેલાયો હતો. બસમાંથી ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.

Moving Bus Turns Into Fireball: 112ની ટીમને મળતાં જ તાત્કાલિક રેસ્ક્યૂ

Moving Bus Turns Into Fireball

ઘટનાની જાણ થતાં 112ની PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે ઝડપી કાર્યવાહી કરીને બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. સમયસર કરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

Moving Bus Turns Into Fireball: ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ બુઝાવી

બસમાં આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે બસને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

Moving Bus Turns Into Fireball

હાઈવે પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો

આગની ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ અસરગ્રસ્ત થઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વાહનચાલકોને સાવચેતી સાથે પસાર કરવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: TCSમાં 23 હજારથી વધુ કર્મચારીઓ ઘટ્યા, AIથી બદલાઈ રહ્યું છે IT સેક્ટરનું ચિત્ર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments