HomeDeshTragedy in Qatar: કતાર દુર્ઘટનામાં ગુમ થયેલા સુરતના સની પટેલનું મોત; ભાઈએ...

Tragedy in Qatar: કતાર દુર્ઘટનામાં ગુમ થયેલા સુરતના સની પટેલનું મોત; ભાઈએ મૃતદેહ ઓળખ્યો, આવતીકાલે પાર્થિવ દેહ વતન લવાશે

Tragedy in Qatar: કતાર ખાતે સર્જાયેલી એક ગંભીર દુર્ઘટનામાં સુરતના ભીમપોર ગામનો સની પટેલ નામનો યુવક ગુમ થયો હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે હવે એક અત્યંત દુઃખદ સમાચાર મળી રહ્યા છે. ગુમ થયેલા સની પટેલનું આ દુર્ઘટનામાં મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.

Tragedy in Qatar: ભાઈએ કરી મૃતદેહની ઓળખ

સની પટેલ ગુમ થયા બાદ તેના પરિવારજનો ચિંતામાં હતા. આ દરમિયાન સનીના ભાઈ રવિએ કતાર પહોંચીને હોસ્પિટલમાં પોતાના ભાઈના મૃતદેહની ઓળખ કરી છે, જેથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Tragedy in Qatar: ભારત એમ્બેસીની મદદથી પાર્થિવ દેહ વતન લવાશે

Tragedy in Qatar

વિદેશમાં બનેલી આ ઘટનાને પગલે ભારતીય દૂતાવાસ (Indian Embassy) સક્રિય બન્યું છે. ભારત એમ્બેસીની મદદ અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સનીનો મૃતદેહ તેના ભાઈ રવિને સોંપવામાં આવશે.

આવતીકાલે સુરત પહોંચશે સનીનો દેહ

Tragedy in Qatar

મળતી માહિતી મુજબ, સની પટેલના પાર્થિવ દેહને કતારથી વિમાન માર્ગે પહેલા અમદાવાદ લાવવામાં આવશે. ત્યાંથી રોડ માર્ગે આવતીકાલે સનીના વતન સુરત ખાતે લાવવામાં આવશે. સનીના મોતના સમાચારથી ભીમપોર ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: એર ઇન્ડિયાનું વિમાન ભૂલથી પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસ્યું, PAK એટીસીની ચેતવણી બાદ યુ-ટર્ન લીધો; 4 કલાક મોડું અમૃતસર પહોંચ્યું

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments