Home State Gujarat Filmy Drama in Vadodara: કસ્ટડીમાં ફિલ્મી ડ્રામા! બાળકીના હત્યારાએ PSIની રિવોલ્વર ઝૂંટવી...

Filmy Drama in Vadodara: કસ્ટડીમાં ફિલ્મી ડ્રામા! બાળકીના હત્યારાએ PSIની રિવોલ્વર ઝૂંટવી ૨ રાઉન્ડ ફાયરિંગ કર્યું, એક ગોળી ડ્રાઈવરની બાજુમાંથી નીકળી, બીજી આરોપીના પગમાં આરપાર

0
125
Filmy Drama in Vadodara
Filmy Drama in Vadodara

Filmy Drama in Vadodara: વડોદરા જિલ્લાના શિનોરમાં ચાર વર્ષની બાળકીની ઘાતકી હત્યા અને પોક્સો (POCSO)ના ગુનામાં પકડાયેલા નરાધમ આરોપીએ પોલીસ વાહનમાં જ મોટો હોબાળો મચાવ્યો છે. પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન લઈ જતી વખતે આરોપીએ પિસ્તોલ/રિવોલ્વર ઝૂંટવીને અંધાધૂંધ બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. આ ઝપાઝપીમાં એક ગોળી ડ્રાઈવરની સાવ નજીકથી પસાર થઈ ગઈ હતી, જ્યારે બીજી ગોળી ખુદ આરોપીના જમણા પગમાં આરપાર નીકળી ગઈ હતી.

Filmy Drama in Vadodara

Filmy Drama in Vadodara: ચાલુ પોલીસ વાનમાં સર્જાયો મોતનો ખેલ

પોલીસના જણાવ્યા અનુસાર, શિનોર તાલુકાના સતીષાણા ગામે ગત અઠવાડિયે માસૂમ બાળકીની હત્યા કરનાર આરોપી અજય (અનિલ) રાઠોડિયાના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હતા. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પોલીસની ટીમ તેને વધુ તપાસ અર્થે સેગવા આઉટપોસ્ટથી શિનોર પોલીસ સ્ટેશન લઈ જઈ રહી હતી.

રાત્રે આશરે ૮ વાગ્યાની આસપાસ પોલીસ જીપ જ્યારે સીમળી ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક જ આરોપી અજયે બાજુમાં બેઠેલા પોલીસ ઇન્સ્પેક્ટર (PSI) ના વેપન બેલ્ટમાંથી સર્વિસ રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

Filmy Drama in Vadodara

Filmy Drama in Vadodara: બે રાઉન્ડ ફાયરિંગ: ડ્રાઈવરનો આબાદ બચાવ

આરોપીએ રિવોલ્વર હાથમાં લેતા જ પોલીસકર્મીઓ તેની પર તૂટી પડ્યા હતા. ચાલુ ગાડીએ થયેલી આ ઉગ્ર ઝપાઝપી દરમિયાન આરોપીના હાથે બે રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું:

  • પ્રથમ ફાયરિંગ: ગોળી સીધી આગળ બેઠેલા પોલીસ વાનના ડ્રાઈવરની એકદમ નજીકથી પસાર થઈને ગાડીની બહાર નીકળી ગઈ હતી, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો.
  • બીજું ફાયરિંગ: હથિયાર મેળવવાના આ ફસાદમાં બીજી ગોળી ખુદ આરોપીના જ જમણા પગમાં વાગીને આરપાર થઈ ગઈ હતી, જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો.
Filmy Drama in Vadodara

Filmy Drama in Vadodara: હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ

ઘટના બાદ તરત જ પોલીસે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક મોટા ફોફળિયા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા જિલ્લા એસ.પી. (SP) સુશીલ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યા હતા. હાલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે અને કોઈ પણ બહારની વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

શું હતી સમગ્ર ઘટના? આરોપી અજય રાઠોડિયાને બાળકીની માતા સાથે પ્રેમ પ્રકરણ હતું. જોકે, કોઈ કારણસર માતાએ વાત કરવાનું બંધ કરી દેતા, પ્રેમીએ બદલો લેવાના ઈરાદે તેની ૪ વર્ષની નિર્દોષ બાળકીનું અપહરણ કરી તેની નિર્મમ હત્યા કરી નાખી હતી.

હાલમાં પોલીસ ડ્રાઈવર પર હુમલો અને સરકારી હથિયાર છીનવી સત્તાવાર ફરજમાં રુકાવટ લાવવા બદલ આરોપી સામે વધુ એક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પેટલાદના પાળજ ગામની દૂધ મંડળીમાં ભેળસેળિયા તત્વોનો પર્દાફાશ, સભાસદોનો ઉગ્ર હોબાળો, પોલીસ બોલાવવી પડી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે