રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે સચિન પાયલટ પર નિશાન સાધ્યું

0
20

ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટનું નામ લીધા વીના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શાબ્દિક પ્રહાર કાર્ય છે અને પેપર લીક મામલે ઉમેદવારોને વળતર આપવાની માંગણી કરવા મામલે કહ્યું કે તેઓએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે.

ગેહલોતે જણાવ્યું કે હવે વિપક્ષોએ પણ પેપર લીક મામલે બોલવાનું શરુ કર્યું છે . તેમની પાસે અન્ય કોઈ મુદ્દો નથી. રાજસ્થાનમાં પેપર લીક કરનારા ૨૦૦ લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા છે અને અમે કડક કાયદો બનાવ્યો છે જે અન્ય રાજ્યોમાં નથી

અહી ઉલ્લેખનીય છેકે છેલ્લા ઘણા સમયથી સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચેની રાજકીય હરીફાઈ ચાલી રહી છે અને બંને નેતાઓ પોતાના કાર્યકરો સાથે હમેશા એક બીજા પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ પ્રકારના નિવેદનથી જોવાનું એ રહે છેકે સચિન પાયલટ તરફથી કેવી પ્રતિક્રિયા આવે છે .

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ