અમદાવાદ મોદી સ્ટેડીયમ ખાતે ટીકીટ માટે ધસારો

0
17

અમદાવાદમાં આઈ પી એલ ની મેચ માટે ક્રિકેટ પ્રેમીઓનો ટીકીટ માટે ધસારો જોવા મળ્યો . આજે અને રવિવારે રમાનારી ફાઈનલ મેચ માટે ચાહકો ઉમટી પડ્યા છે અને ભીડ ભેગી થતા પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું. અમદાવાદ મેટ્રોમાં પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી આવી છે. જેમાં સ્પેશીયલ પેપર ટીકીટ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત પોતાના વાહનો મેચ જોવા જતા નાગરિકોએ અગાઉથી પાર્કિંગ બૂક કરાવવા જણાવવામાં આવ્યું છે અને જેમને બુકિંગ કરાવ્યું છે તેઓનેજ પાર્કિંગ એરિયામાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત મોટેરા ખાતે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઈવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ