અમદાવાદીઓએ ભર્યો રૂ.1.57 કરોડનો દંડ

0
61

અમદાવાદ શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાગરિકો પાસેથી કરોડો રૂપિયાનો દંડ વસુલ્યો છે તે પણ ગંદકી ફેલાવવા બાબતે. જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદીઓ કચરો ગમેત્યા ફેંકવા બાબતે પણ એટલી મોટી રકમનો દંડ ભરીને તંત્રને કરોડો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે.

શહેરમાં જાહેર રોડ પર કચરો ફેંકીને ગંદકી કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી તંત્ર દ્વારા ઉચ્ચારવામાં આવી છે. કોર્પોરેશનના વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને શહેરના ખૂણે ખૂણે જાહેર જગ્યાએ ભીનો અને સુકો કચરો ભેગો કરવા આયોજન કરવામાં આવ્યું છે.

પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ, જાહેર જગ્યાએ કરાતી ગંદકીને લઈને કોર્પોરેશને લાલ આંખ કરી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ