HomeGujaratJust a Social Meeting Over Tea: રાજકોટમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને...

Just a Social Meeting Over Tea: રાજકોટમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે અડધો કલાક બેઠક

Just a Social Meeting Over Tea: રાજકોટમાં સાંઢીયા પુલના લોકાર્પણ અર્થે આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી (DYCM) હર્ષ સંઘવી અચાનક ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના નિવાસસ્થાને પહોંચતા રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે લગભગ અડધો કલાક સુધી બંધબારણે ગુપ્ત બેઠક યોજાઈ હતી. વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પૂર્વે યોજાયેલી આ મુલાકાતને રાજકીય વિશ્લેષકો અત્યંત મહત્વપૂર્ણ માની રહ્યા છે.

Just a Social Meeting Over Tea

Just a Social Meeting Over Tea: ‘માત્ર ચા-પાણી અને સામાજિક ચર્ચા’: નરેશ પટેલ

આ હાઈ-પ્રોફાઈલ બેઠક અંગે મીડિયા સાથે વાતચીત કરતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકીય અટકળો પર વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે:

“રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માત્ર ચા-પાણી પીવા માટે મારા ઘરે આવ્યા હતા. આ એક શુભેચ્છા મુલાકાત હતી અને તેમાં માત્ર સામાજિક બાબતો પર જ ચર્ચા થઈ છે, કોઈ રાજકીય એજન્ડા નહોતો.”

આ અંગે સ્થાનિક ધારાસભ્ય રમેશ ટીલાળાએ પણ સૂર પુરાવતા કહ્યું કે, હર્ષ સંઘવીની નરેશભાઈને મળવાની વ્યક્તિગત ઈચ્છા હોવાથી આ શુભેચ્છા મુલાકાત ગોઠવાઈ હતી. નરેશભાઈની નિવૃત્તિ એ તેમનો વ્યક્તિગત વિષય છે, આમાં કોઈ રાજકારણ નથી.

Just a Social Meeting Over Tea

Just a Social Meeting Over Tea: ૨૦૨૭માં ખોડલધામનો દશાબ્દી મહોત્સવ અને નરેશ પટેલની નિવૃત્તિ

આગામી જાન્યુઆરી ૨૦૨૭માં કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને ભવ્ય ‘દશાબ્દી મહોત્સવ ૨૦૨૭’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના આમંત્રણ માટે તાજેતરમાં જ નરેશ પટેલે રાજકોટથી ત્રણ રથોને પ્રસ્થાન કરાવ્યા હતા.

આ જ પ્રસંગે નરેશ પટેલે પોતાની નિવૃત્તિના સ્પષ્ટ સંકેતો આપતા કહ્યું હતું કે:

“વર્ષ ૨૦૨૭માં હું નિવૃત્તિ લઈ શકું તેમ છું. હવે અમારી ટીમ સંપૂર્ણ સક્ષમ છે અને હું આરામ કરવા માંગું છું. હું ખાતરી આપું છું કે મારી જગ્યાએ મારા પરિવારમાંથી કોઈ નહીં આવે.”

Just a Social Meeting Over Tea: શું અનાર પટેલ સંભાળશે ખોડલધામનું સુકાન?

નરેશ પટેલે સ્પષ્ટ કર્યું છે કે તેમના પરિવારમાંથી કોઈ ખોડલધામમાં પદ નહીં સંભાળે, ત્યારે સૂત્રો તરફથી ચર્ચા વહેતી થઈ છે કે નરેશ પટેલની નિવૃત્તિ બાદ ખોડલધામ ટ્રસ્ટને લીડ કરવામાં અનાર પટેલ (પૂર્વ સીએમ આનંદીબેન પટેલના પુત્રી) મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. દશાબ્દી મહોત્સવ અને ૨૦૨૭ની ચૂંટણીના વર્ષમાં આવી મોટી હલચલ ગુજરાતના સામાજિક અને રાજકીય સમીકરણો બદલી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

માતરમાં નશીલા પદાર્થોના નેટવર્ક પર પોલીસની ત્રાટક, ૨.૧૧ લાખના મુદ્દામાલ સાથે મણીલાલ પરમાર જેલના સળિયા પાછળ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments