Home State Gujarat Ahmedabad Crime Branch Success: અમદાવાદમાં ઓળખ છુપાવીને રહેતો બનાસકાંઠાનો નામચીન ગુનેગાર નરોડા...

Ahmedabad Crime Branch Success: અમદાવાદમાં ઓળખ છુપાવીને રહેતો બનાસકાંઠાનો નામચીન ગુનેગાર નરોડા રોડ પરથી દબોચાયો, ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી.

0
100
Ahmedabad Crime Branch Success
Ahmedabad Crime Branch Success

Ahmedabad Crime Branch Success: ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરાયેલા કેસમાં છેલ્લા બે વર્ષથી કાયદાના હાથથી બચીને ભાગતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે “ઓપરેશન કાયાપલટ-2” અંતર્ગત એક સફળ ઓપરેશન પાર પાડીને બે વર્ષથી ફરાર આરોપી અજમલ કેની સજન ભોગીને નરોડા રોડ વિસ્તારમાંથી દબોચી લીધો છે.

Ahmedabad Crime Branch Success: બાતમીના આધારે નરોડા રોડ પરથી ધરપકડ

 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ગુજરાત હાઇકોર્ટ દ્વારા વોન્ટેડ જાહેર કરાયેલો આરોપી અજમલ કેની અમદાવાદના નરોડા રોડ વિસ્તારમાં અવરજવર કરી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો.

Ahmedabad Crime Branch Success: પોતાની ઓળખ છુપાવીને અમદાવાદમાં રહેતો હતો

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ ખુંખાર આરોપી છેલ્લા બે વર્ષથી પોલીસની પકડથી બચવા માટે અમદાવાદ શહેરમાં પોતાની અસલી ઓળખ છુપાવીને આશરો લઈ રહ્યો હતો. આરોપી અજમલ કેની સામે બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યાના પ્રયાસ (Attempt to Murder) સહિતના અનેક ગંભીર અને માથભારે ગુનાઓ નોંધાયેલા છે.

Ahmedabad Crime Branch Success: “ઓપરેશન કાયાપલટ-2” ઝુંબેશ યથાવત્

 અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ નાસતા-ફરતા અને વોન્ટેડ ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે “ઓપરેશન કાયાપલટ-2” શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપી અજમલ કેનીની અટકાયત કરી વધુ કાનૂની કાર્યવાહી માટે બનાસકાંઠા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કારો: બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં અઢી કિલો જેટલા પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ સાથે ત્રણ આરોપીઓ દબોચાયા; DRIની ઊંડી તપાસ શરૂ.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે