HomeGujaratNationwide Rain Alert: દેશના 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ બિહારમાં વીજળી પડતાં...

Nationwide Rain Alert: દેશના 27 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ બિહારમાં વીજળી પડતાં 9ના મોત, ગુજરાતમાં આ તારીખથી બેસશે ચોમાસું!

Nationwide Rain Alert: દેશભરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના ૨૭ રાજ્યોમાં ભારે વરસાદનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, બિહારના ૧૨ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની વચ્ચે વીજળી પડવાની જુદી-જુદી ઘટનાઓમાં પતિ-પત્ની સહિત ૯ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે પંજાબના અમૃતસરમાં દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

Nationwide Rain Alert: ગુજરાતમાં ક્યારે બેસશે ચોમાસું?

Nationwide Rain Alert

ગુજરાતના ન્યૂઝની વાત કરીએ તો, હાલમાં રાજ્યમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો પ્રકોપ યથાવત્ છે. ગઈકાલે અમદાવાદ ૪૨.૫°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી ૧૫ જૂન સુધીમાં તે વિધિવત રીતે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી પ્રબળ શક્યતા છે. આગામી ૭ દિવસ માટે હવામાન વિભાગે કોઈ ‘વેધર વોર્નિંગ’ એટલે કે ભારે તોફાનની આગાહી નથી કરી, જેથી ચોમાસાની શરૂઆત ધીમી અને શાંતિપૂર્ણ રહેશે.

Nationwide Rain Alert: બનાસકાંઠાના વાતાવરણમાં પલટો: ખેડૂતો ચિંતિત

Nationwide Rain Alert

સમગ્ર રાજ્યમાં ગરમીની વચ્ચે બનાસકાંઠા જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળો ઘેરાયા છે. બાજરીના પાકની લણણી ચાલી રહી હોવાથી, જો આ સમયે વરસાદ પડે તો મોટું નુકસાન થવાની ભીતિએ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.

Nationwide Rain Alert: આગામી 7 દિવસનું જિલ્લાવાર હવામાન નકશો

Nationwide Rain Alert

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભેજવાળા પવનોને કારણે આગામી દિવસોમાં નીચે મુજબના જિલ્લાઓમાં હળવો વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે:

તારીખવરસાદની સંભાવના વાળા વિસ્તારો / જિલ્લાહવામાનની સ્થિતિ
12 અને 13 જૂનસુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી.હળવાથી મધ્યમ વરસાદ / ગાજવીજ સાથે ઝાપટાં. (ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સૂકું રહેશે)
14 અને 15 જૂનસુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી ઉપરાંત છોટાઉદેપુર અને નર્મદા.વરસાદનો વ્યાપ વધશે, હળવોથી મધ્યમ વરસાદ.
16 અને 17 જૂનદક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સાથે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ.સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો અને હળવો વરસાદ.
18 જૂનદાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ.ચોમાસું વધુ નજીક આવતા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: અમદાવાદમાં ઓળખ છુપાવીને રહેતો બનાસકાંઠાનો નામચીન ગુનેગાર નરોડા રોડ પરથી દબોચાયો, ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments