Police Car or Reel Spot? શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગમાં લેવાતી પોલીસની ગાડીનો દુરુપયોગ થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસની ‘112 જનરક્ષક’ સરકારી ગાડી પર બેસીને બનાવવામાં આવેલી એક રીલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહી છે, જેના કારણે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
Police Car or Reel Spot? શું છે સમગ્ર મામલો?

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ વિસ્તારમાં ઉભેલી પોલીસની સરકારી ગાડીના બોનેટ પર બેઠો છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં બોલિવૂડનું પ્રખ્યાત ગીત ‘તું ખીચ મેરી ફોટો‘ વાગી રહ્યું છે. રાત્રિના સમયે શૂટ કરવામાં આવેલી આ રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે કે નાગરિકોની સુરક્ષા માટેની ગાડીનો ઉપયોગ સ્ટંટ અને શોબાજી માટે કેવી રીતે થઈ શકે?
Police Car or Reel Spot? પોલીસની કામગીરી પર સવાલો:
સામાન્ય રીતે પોલીસની જનરક્ષક ગાડી સતત પેટ્રોલિંગ અને લોકોની મદદ માટે હોય છે. ત્યારે રિવરફ્રન્ટ પર આ ગાડી કોની દેખરેખ હેઠળ હતી અને કોઈ ખાનગી વ્યક્તિને ગાડી પર બેસીને વીડિયો બનાવવાની મંજૂરી કોણે આપી, તે એક મોટો તપાસનો વિષય બન્યો છે.

PI બી.પી. રજિયાનું નિવેદન:
આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઈ બી.પી. રજિયાએ જણાવ્યું હતું કે:
“સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની અમે ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. વીડિયોમાં ગાડીનો નંબર સ્પષ્ટ દેખાતો નથી અને લોકેશનની પણ ખરાઈ કરવામાં આવી રહી છે. આ વીડિયો નવો છે કે જૂનો તે જાણવા માટે સાયબર સેલ અને સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.”
હાલમાં પોલીસ આ વીડિયો બનાવનાર યુવક અને તે સમયે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓની શોધખોળ કરી રહી છે. તપાસ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા છે.
વધુ સમાચાર વાંચવ માટે અંહી ક્લિક કરો: દિલ્હી કેપિટલ્સનો ઐતિહાસિક વિજય, રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું




