Home Desh Heatwave Crisis: આભમાંથી વરસી રહી છે આગ, યુપીનું બાંદા વિશ્વમાં સૌથી ગરમ...

Heatwave Crisis: આભમાંથી વરસી રહી છે આગ, યુપીનું બાંદા વિશ્વમાં સૌથી ગરમ શહેર, પારો 47.6°C એ પહોંચ્યો!

0
202
Heatwave Crisis
Heatwave Crisis

Heatwave Crisis: સમગ્ર ભારત અત્યારે ભીષણ ગરમીની લપેટમાં છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ગરમીએ વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉત્તર પ્રદેશનું બાંદા શહેર 47.6°C તાપમાન સાથે સોમવારે વિશ્વનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. ગરમીના વધતા પ્રકોપને જોતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ઈમરજન્સી પગલાં લેવા આદેશ આપ્યા છે.

Heatwave Crisis

Heatwave Crisis: રેકોર્ડતોડ ગરમી: ક્યાં કેટલો પારો?

દેશના 6 મુખ્ય શહેરોમાં તાપમાન 46°C ને પાર કરી ગયું છે:

  • બાંદા (UP): 47.6°C (વૈશ્વિક સ્તરે સૌથી ગરમ)
  • જેસલમેર (રાજસ્થાન): 46.6°C (અત્યાર સુધીનો ઓલ-ટાઇમ રેકોર્ડ)
  • ખજુરાહો (MP): 46°C (છેલ્લા 10 વર્ષનું સૌથી વધુ તાપમાન)
  • મહારાષ્ટ્ર: વર્ધા (46.5°C), અમરાવતી (46.6°C) અને અકોલા (46.3°C) માં પણ અસહ્ય લૂ.
Heatwave Crisis

Heatwave Crisis: કેન્દ્ર સરકારની એડવાઈઝરી: ‘હીટ સ્ટ્રોક યુનિટ’ ખોલો

હીટવેવના કારણે વધી રહેલા મોતના જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક સૂચના આપી છે:

  1. ડેડિકેટેડ યુનિટ: દરેક હોસ્પિટલમાં સ્પેશિયલ ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ’ શરૂ કરવા.
  2. દિલ્હીમાં વિશેષ સુવિધા: દિલ્હીની બસોમાં મુસાફરો માટે ઠંડુ પાણી અને બસ સ્ટોપ પર મફત ORS ના પેકેટની સુવિધા આપવામાં આવશે.

Heatwave Crisis: આગામી ૨ દિવસ કેવું રહેશે હવામાન?

૨૯ એપ્રિલ: હીટવેવ અને વરસાદ

  • રેડ એલર્ટ: ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્ર સહિતના ૧૨ રાજ્યોમાં ભીષણ હીટવેવની આગાહી.
  • વરસાદ: આસામ અને મેઘાલયમાં અતિભારે વરસાદ, જ્યારે ઉત્તરાખંડમાં કરા સાથે તોફાનની શક્યતા.

૩૦ એપ્રિલ: વાતાવરણમાં પલટો

  • છત્તીસગઢ અને ઝારખંડમાં વાવાઝોડું અને કરા પડી શકે છે.
  • દિલ્હી, હરિયાણા અને પંજાબમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના છે.
  • યુપી અને બિહારમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

સાવચેતીના પગલાં

  • બપોરે ૧૨ થી ૪ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો.
  • પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અથવા છાશનું સેવન કરો.
  • હળવા રંગના સુતરાઉ કપડાં પહેરો અને માથું ઢાંકીને રાખો.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

પાકિસ્તાન અંધકાર તરફ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ઇંધણનો દુકાળ, માત્ર 5 દિવસનો જ ક્રૂડ સ્ટોક બાકી!

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે