Summer Crisis: સમગ્ર ભારત અત્યારે ભીષણ ગરમીની લપેટમાં છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી સૂર્યદેવ આકરા પાણીએ હોય તેમ પારો સતત ઉપર જઈ રહ્યો છે. શુક્રવારે ઉત્તર પ્રદેશનું પ્રયાગરાજ 45.2°C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું. ગરમીની ગંભીરતાને જોતા ઓડિશા સરકારે સોમવારથી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Summer Crisis: રાજ્યોની સ્થિતિ: ક્યાં કેટલી ગરમી?
- ઉત્તર પ્રદેશ: પ્રયાગરાજ બાદ અકોલા (45°C) અને અમરાવતી (44.8°C) માં પણ આકરી ગરમી નોંધાઈ છે. કાનપુરમાં હીટ સ્ટ્રોકને કારણે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આગ્રા અને મથુરા જેવા શહેરોમાં બપોરે 12 થી 4 વાગ્યા સુધી મજૂરો માટે કામ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
- ઓડિશા: 18 શહેરોમાં તાપમાન 40°C ને પાર કરી ગયું છે. હીટવેવને કારણે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
- હિમાચલ પ્રદેશ: પહાડી રાજ્યોમાં પણ હવે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં ઉનામાં પારો 41.1°C સુધી પહોંચ્યો છે.
- કેરળ: મુખ્યમંત્રી પિનરાઈ વિજયને લોકોને સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ‘સેલ્ફ-લોકડાઉન’ પાળવાની અને બહાર ન નીકળવાની સલાહ આપી છે.

Summer Crisis: હવામાન વિભાગનું રેડ એલર્ટ
IMD એ ઉત્તર પ્રદેશના 60 જિલ્લાઓમાં લૂ (Heatwave) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના 11 જિલ્લાઓમાં પણ ચેતવણી આપવામાં આવી છે.
Summer Crisis: આગામી 2 દિવસની આગાહી
- 26 એપ્રિલ: દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં હીટવેવ ચાલુ રહેશે. ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું (Humid) રહેશે.
- 27 એપ્રિલ: બિહાર અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ગરમીનું જોર વધશે. ઉત્તર ભારતમાં ‘વૉર્મ નાઇટ’ (ગરમ રાત્રિ) ની સ્થિતિ સર્જાઈ શકે છે, જેનાથી રાત્રે પણ રાહત નહીં મળે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




