HomeAhmedabadAhmedabad Crime: ટીવીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ; ₹67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો,...

Ahmedabad Crime: ટીવીની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ; ₹67 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બુટલેગરોમાં ફફડાટ

Ahmedabad Crime: શહેરમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનરની સૂચનાથી કાર્યરત પીસીબી (Police Commissioner’s Branch) એ નરોડા વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. ટીવીના બોક્સની આડમાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે.

Ahmedabad Crime

Ahmedabad Crime: બાતમીના આધારે ‘ગામઠી રેસ્ટોરન્ટ’ પાસે વોચ

પીસીબીની ટીમને સચોટ બાતમી મળી હતી કે, ચંદીગઢથી એક આઈસર ટ્રક ટીવીના ખોટા બિલ (બિલટી) બનાવીને તેની અંદર વિદેશી દારૂ ભરી નડિયાદ તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે પોલીસે નાના ચિલોડાથી દહેગામ ચાર રસ્તા તરફ જતા રોડ પર ‘ગામઠી રેસ્ટોરન્ટ’ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

Ahmedabad Crime: ₹87 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસમાં ટ્રકમાંથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો છે:

  • વિદેશી દારૂની કિંમત: ₹67,57,488
  • કુલ મુદ્દામાલ (ટ્રક સહિત): ₹87,67,928
  • ધરપકડ: કમલસિંગ યાદવ (રહે. રાજસ્થાન)

ટીવીના બિલ બનાવી પોલીસને છેતરવાનો હતો પ્લાન

બુટલેગરોએ પોલીસની નજરમાંથી બચવા માટે ટીવીના ખોટા બિલ બનાવ્યા હતા જેથી ચેકિંગ દરમિયાન કોઈને શંકા ન જાય. જોકે, પીસીબીની સતર્કતાને કારણે આ પ્લાન નિષ્ફળ રહ્યો હતો. આ કેસમાં હજુ અન્ય ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 પોલીસ કોન્સ્ટેબલના ત્રાસથી પત્નીનો આપઘાત; મરતા પહેલા લખ્યું- ‘હું પાગલ થઈ ગઈ છું, તેમનું દુઃખ નથી જોઈ શકતી’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments