Election2024 :   પાંચમાં તબક્કાનું મતદાન LIVE , જાણો કોને કોને કર્યું મતદાન

0
379
Election2024
Election2024

Election2024 :  લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કાનું મતદાન આજે ચાલી રહ્યું છે, આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 07, ઓડિશાની 05, બિહારની 05, ઝારખંડની 03, જમ્મુ-કાશ્મીરની 01 અને લદ્દાખની 01 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં 94,732 મતદાન મથકો પર 8.95 કરોડથી વધુ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

63

Election2024 :  પાંચમા તબક્કામાં અનેક મોટા નામોની ચૂંટણી પ્રતિષ્ઠા દાવ પર છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, ઓમર અબ્દુલ્લા અને પીયૂષ ગોયલ જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.  

Election2024: અનીલ અંબાણીએ કર્યું મતદાન

ભારતના મોટા ઉદ્યોગપતિ અનીલ અંબાણી પણ મત આપવા મતદાન મથકે પહોંચ્યા હતા, અનીલ અંબાણીએ મુંબઈના એક મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ મતદાનની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા,     

Election2024: પીયુષ ગોયલે કર્યું મતદાન

કેન્દ્રીય મંત્રી અને મુંબઈ ઉત્તર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર, પીયૂષ ગોયલે મુંબઈમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો. પોતાનો મત આપ્યા પછી, કેન્દ્રીય પ્રધાન અને મુંબઈ ઉત્તર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર, પીયૂષ ગોયલે લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી

Election2024: આરબીઆઈના ગવર્નર શક્તીકાંત દાસે કર્યું મતદાન

આરબીઆઈના ગવર્નર શક્તીકાંત દાસે પણ પરિવાર સાથે વહેલી સવારે મતદાન મથક પહોંચી મતદાન કર્યું હતું,  શક્તીકાંત દાસે મતદાન કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક ભારતીય માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. 140 કરોડ લોકોની ચૂંટણીમાં ભાગ લેવો એ ગર્વની ક્ષણ છે.

Election2024 : બોલીવુડ સ્ટારે કર્યું મતદાન

સામાન્ય જનતાની સાથે સાથે બોલીવુડ સ્ટાર પણ મતદાન કરવા વહેલી સવારે મતદાન મથકો પર જોવા મળ્યા હતા, જેમાં દીગવંત સ્ટાર અભિનેત્રી શ્રી દેવીની પુત્રી જ્હાનવી કપૂર વહેલી સવારે મતદાન કરવા પહોંચી હતી, આ સાથે દિગ્ગજ અભીનેતા રાજકુમાર રાવ પણ વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી, આ સાથે  અભિનેતા ફરહાન અખ્તર અને દિગ્દર્શક ઝોયા અખ્તર પણ મુંબઈના એક મતદાન મથક પર વહેલી સવારે મતદાન કર્યું હતું, બીજીબાજુ બોલીવુડના મિસ્ટર ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમારે પણ વહેલી સવારે મતદાન કર્યું હતું અને લોકોને આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી 

Election2024 : બસપા વડા માયાવતીએ કર્યું મતદાન

ઉત્તર પ્રદેશના  પૂર્વ મુખ્યમંત્રી અને બસપા વડા માયાવતીએ  લખનૌના મતદાન મથક પર વહેલી સવારે મતદાન કર્યું હતું, માયાવતીએ   પોતાનો મત આપ્યા પછી તેમની શાહીવાળી આંગળી બતાવી લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી,

Election2024 : સ્મૃતિ ઈરાનીએ કર્યું મતદાન

અમેઠીના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને મત આપ્યો હતો. મતદાન બાદ સ્મૃતિ ઈરાનીએ લોકોને વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી.

Election2024 : પરેશ રાવલે કર્યું મતદાન

ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ વહેલી સવારે મુંબઈના એક મતદાન મથકે મતદાન  કર્યું હતું

Election2024 : રક્ષામંત્રી રાજનાથસિંહે કર્યું મતદાન

દેશના રક્ષામંત્રી અને લખનૌથી ભાજપના ઉમેદવાર રાજનાથસિંહે આજે લખનૌમાં પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા, મતદાન કર્યા બાદ રાજનાથસિંહે મીડિયા સાથેની વાતચીતમાં   લોકોને વધુ મતદાન કરવા અને પરિવાર સાથે મતદાન કરવા જવા માટે અપીલ કરી હતી  

Election2024 : દિગ્ગજ અભિનેતાઓ કર્યું મતદાન

ત્યારે  અભિનેતા રણદીપ હુડ્ડાએ  સવારના સમયે મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો, બીજીબાજુ અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ મુંબઈમાં મતદાન કરીને પોતાની નાગરિક ફરજ પૂરી કરી હતી, જયારે  દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ મુંબઈના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો જયારે  અભિનેત્રી અને સાંસદ હેમા માલિની, તેમની પુત્રી અને અભિનેત્રી એશા દેઓલે મુંબઈમાં મતદાન મથક પર મતદાન કર્યું હતું .

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો