IbrahimRaisi  : ઈરાનના રાષ્ટ્રપતિનું નિધન,  17 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો

0
187
IbrahimRaisi
IbrahimRaisi

IbrahimRaisi  :  મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે તેવા સમયે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું મોત થયું છે. અને તેમની સાથે વિદેશ મંત્રીએ પણ જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે રેસક્યુ ટીમને 17 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો.

IbrahimRaisi

IbrahimRaisi  : ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. ઈરાનની અર્ધ-સત્તાવાર સમાચાર એજન્સી મેહરે આની જાહેરાત કરી છે. જો કે ઈરાન સરકારે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. દેશમાં તબીબી સહાય પૂરી પાડતી રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈના બચવાની સંભાવના નથી.

IbrahimRaisi  : રઈસી સાથે હેલિકોપ્ટરમાં રહેલા વિદેશ મંત્રી હુસૈન અમીરાબદુલ્લાહિયનના પણ મૃત્યુની જાણકારી આપવામાં આવી છે. આ પહેલાં તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો હતા.

IbrahimRaisi

IbrahimRaisi  : હેલિકોપ્ટર રવિવારે સાંજે 7.30 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું. આખી રાત તેની શોધ ચાલી રહી હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. ત્રણ બચાવકર્મી ગુમ થયા છે.

IbrahimRaisi

IbrahimRaisi  : રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત, હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલીહાશેમ, એક પાઇલટ, સહ-પાઇલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને બોડીગાર્ડ સવાર હતા.

IbrahimRaisi  : વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

IbrahimRaisi  : ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીનાં મોત પર ભારતના વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું, રઈસીનાં અચાનક મોતથી સ્તબ્ધ છું. તેમણે ભારત-ઈરાનના દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદનાઓ છે. ભારત આ મુશ્કેલ સમયમાં ઈરાન સાથે છે.

ત્યાં જ, ભારતના વિદેશ મંત્રી એક જયશંકરે પણ રઈસીનાં મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, મેં જાન્યુઆરીમાં જ તેમની સાથે મુલાકાત કરી હતી. દુર્ઘટનાના સમાચારથી હું ખૂબ જ દુઃખી છું. હું શોક સાથે પરિવાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરું છું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો