Temjen Imna Along :પોતાના વીડિયો અને ટુચકાઓના કારણે ઘણી વખત ચર્ચામાં રહેતા નાગાલેન્ડ સરકારમાં મંત્રી અને ભાજપ નેતા તેમજેન ઈમ્ના અલોન્ગનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પોતે તેમજેને પોતાના એક્સ પર પોસ્ટ કર્યો છે.
Aaj JCB ka Test tha !
— Temjen Imna Along (@AlongImna) February 10, 2024
Note: It's all about NCAP Rating, Gadi Kharidney Se Pehley NCAP Rating Jarur Dekhe.
Kyunki Yeh Aapke Jaan Ka Mamla Hain !! pic.twitter.com/DydgI92we2
જેમાં તેઓ એક તળાવમાં ફસાયેલા નજર આવી રહ્યા છે.ત્યાં લોકોની મદદથી તેમને બહાર કાઢવામાં આવ્યા અને માંડ-માંડ તેઓ રસ્તા પર પહોંચ્યા. FISH વીડિયોમાં તેમજેન કહે છે, ‘સૌથી મોટી માછલી હુ જ છુ આજે…
મે તો વિચાર્યુ પાણીમાં આટલુ મોટુ નહીં હોય…’તળાવથી FISH બહાર નીકળ્યા બાદ તેઓ સાથીઓને પૂછે છે, મારી ખુરશી ક્યાં છે? આજે હુ જ માછલી બની ગયો હતો.પોતે પોસ્ટ કર્યો વીડિયોઅલોંગ નાગાલેન્ડ BJPના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ રાજ્ય સરકારમાં પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી છે.
વીડિયોને પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરતા તેમજેને લખ્યુ, FISH ‘આજે જેસીબીનો ટેસ્ટ હતો! નોટ: આ બધુ એનસીએપી રેટિંગ વિશે છે. ગાડી ખરીદ્યા પહેલા એનસીએપી રેટિંગ જરૂર જુઓ કેમ કે આ તમારા જીવનો મામલો છે!!’આ વીડિયો પર લોકો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.
Temjen Imna Along એક યૂઝરે લખ્યુ, ‘શું મહારાજ, ક્યાં ફસાઈ ગયા તમે
, જ્યારે જેસીબી પાસે હતુ તો યૂઝ કરવુ હતુ ને આટલીFISH એનર્જી વેસ્ટ કરી દીધી’.પહેલા પણ વીડિયો થયા છે વાયરલઆ કોઈ પહેલી વખત નથી જ્યારે અલોંગે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટથી લોકોનું ધ્યાન ખેંચ્યુ હોય.
ઘણા સમય પહેલા તેમજેન ઈમ્નાને નાની આંખો પર આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તેમના સેન્સ ઓફ હ્યૂમરના ખૂબ વખાણ કર્યા હતા.
થોડા સમય પહેલા તેમણે એક તસવીર શેર કરી હતી અને તેનુ કેપ્શન જોરદાર હતુ. આ પોસ્ટમાં તેઓ પાંચ મહિલાઓની સાથે જોવા મળી રહ્યા હતા. તસવીરની કમેન્ટ આવી અને લોકોએ તેમના હ્યૂમરના ખૂબ વખાણ કર્યા.