INDvsENG : છેલ્લી 3 ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વિરાટ કોહલી બ્રેક પર યથાવત્ત, જાડેજા-રાહુલની વાપસી    

0
363
INDvsENG
INDvsENG

INDvsENG  : BCCI એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. સૌથી મોટા સમાચાર એ છે કે આગામી ત્રણેય ટેસ્ટ માટે વિરાટ કોહલીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી , વિરાટ કોહલીએ સમગ્ર સીરીઝ માંથી પોતાના પારિવારિક કારણોસર બ્રેક લીધો છે. આ સાથે ઈજાગ્રસ્ત કે.એલ. રાહુલ અને રવીન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી થઇ છે,  હાલમાં પ્રથમ બે મેચ બાદ આ શ્રેણી 1-1થી બરાબર છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં યોજાશે.

INDvsENG

INDvsENG  : BCCI એ ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. 17 સભ્યોની ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે વિરાટ કોહલી બાકીની ત્રણ મેચ માટે પણ ઉપલબ્ધ નથી. BCCIએ કહ્યું કે વિરાટ કોહલી અંગત કારણોસર બાકીની મેચો માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો. BCCI કોહલીના નિર્ણયનું સંપૂર્ણ સન્માન કરે છે અને સમર્થન કરે છે.

INDvsENG

INDvsENG  : રવિન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ ટીમમાં પરત ફર્યા છે, પરંતુ મેડિકલ ટીમની ફિટનેસ ક્લિયરન્સ બાદ જ તેમની ભાગીદારી શક્ય બનશે. એટલે કે જાડેજા અને રાહુલ ટીમમાં પરત ફર્યા હોવા છતાં તેઓ રમશે તે નિશ્ચિત નથી. જાડેજા અને રાહુલને ઈજાના કારણે બીજી ટેસ્ટ મેચમાંથી બહાર રહેવું પડ્યું હતું.

INDvsENG

INDvsENG  : છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ*, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (ડબ્લ્યુકે), કેએસ ભરત (ડબ્લ્યુકે) , આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા*, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશદીપ.

INDvsENG  : અવેશની ટીમમાંથી OUT , આકાશ દીપ IN

INDvsENG

ફાસ્ટ બોલર અવેશ ખાનને ટીમમાં સ્થાન મળ્યું નથી. પસંદગી સમિતિએ છેલ્લી ત્રણ ટેસ્ટ મેચો માટે ઝડપી બોલર આકાશ દીપની પસંદગી કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે અવેશ ખાનને બહાર ફેંકવામાં આવ્યો છે. પસંદગીકારોનું માનવું છે કે અવેશ માટે રણજી ટ્રોફી રમવી વધુ સારું રહેશે. ઇંગ્લેન્ડ લાયન્સ સામે આકાશે જે રીતે બોલિંગ કરી તેનાથી પસંદગી સમિતિ અને ભારતીય કેપ્ટન રોહિત ખૂબ જ પ્રભાવિત થયા હતા. મોહમ્મદ સિરાજની પણ ટીમમાં વાપસી થઈ છે, જેને બીજી ટેસ્ટ મેચ માટે બ્રેક આપવામાં આવ્યો હતો.

INDvsENG

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની ત્રીજી મેચ 15 ફેબ્રુઆરીથી રમાશે. આ મેચ રાજકોટમાં યોજાશે. આ પછી ચોથી મેચ રાંચીમાં રમાવાની છે. શ્રેણીની આ ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે શ્રેણીની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 7 માર્ચથી રમાશે. આ મેચ ધર્મશાલામાં યોજાવાની છે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने