HomeDeshNitish Kumar Quits:બિહારના રાજકારણમાં 'નીતિશ યુગ'નો અંત: મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત, હવે...

Nitish Kumar Quits:બિહારના રાજકારણમાં ‘નીતિશ યુગ’નો અંત: મુખ્યમંત્રી પદેથી રાજીનામાની જાહેરાત, હવે રાજ્યસભામાં જશે ‘સુશાસન બાબુ’

Nitish Kumar Quits:10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવાનો અનોખો રેકોર્ડ બનાવી નીતિશ કુમારે સક્રિય સત્તા છોડી | “બિહારની સેવામાં બે દાયકા વિતાવ્યા, હવે સંસદના ઉપલા ગૃહમાં જવાની ઈચ્છા” – નીતિશ કુમાર

પટના: બિહારના રાજકારણના સૌથી કદાવર નેતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે એક ચોંકાવનારો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે તેઓ હવે રાજ્યસભાના સાંસદ બનીને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની સેવાઓ આપવા માંગે છે.

 Nitish Kumar Quits:સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ

 Nitish Kumar Quits

આજે સવારે લગભગ 11 વાગ્યે નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કરોડો બિહારીઓને સંબોધ્યા હતા. તેમણે લખ્યું:

છેલ્લા બે દાયકાથી તમે લોકોએ મારા પર વિશ્વાસ કર્યો છે અને મેં પૂર્ણ નિષ્ઠાથી તમારી સેવા કરી છે. મારી હંમેશા ઈચ્છા હતી કે હું વિધાનપરિષદ અને વિધાનસભાની જેમ સંસદના બંને ગૃહનો સભ્ય બનું. આ ક્રમમાં હવે હું રાજ્યસભામાં જવા માંગું છું. રાજ્યની નવી સરકારને મારું માર્ગદર્શન મળતું રહેશે.”

Nitish Kumar Quits: નીતિશ કુમારની યાદગાર રાજકીય સફર (1974 – 2026)

નીતિશ કુમારનું રાજકારણ સંઘર્ષ અને અનેક વળાંકોથી ભરેલું રહ્યું છે. તેમના જીવનના મુખ્ય પડાવો નીચે મુજબ છે:

  • રાજકીય એન્ટ્રી: 1974માં જેપી આંદોલન દ્વારા રાજકારણમાં પ્રવેશ.
  • રેલવે અને કૃષિ મંત્રી: વાજપેયી સરકારમાં કેન્દ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરી.
  • રેકોર્ડબ્રેક શપથ: 3 માર્ચ, 2000ના રોજ પહેલીવાર CM બન્યા. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 10 વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા, જે ભારતીય રાજકારણમાં એક ઇતિહાસ છે.
  • ગઠબંધનના માસ્ટર: લાલુ યાદવ હોય કે ભાજપ, નીતિશ કુમારે હંમેશા બિહારની સત્તાનું કેન્દ્ર પોતાની પાસે જાળવી રાખ્યું. 2025ની ચૂંટણીમાં પણ જીત મેળવી તેઓ 10મી વખત CM બન્યા હતા.

 હવે આગળ શું?

નીતિશ કુમારના રાજીનામા બાદ હવે બિહારમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અટકળો તેજ થઈ છે. NDA ગઠબંધનમાં ભાજપનો ફાળો મોટો હોવાથી ભાજપના કોઈ નેતાને મુખ્યમંત્રી પદ મળે તેવી પ્રબળ શક્યતા છે.

આ પણ વાંચો :સિંધુભવન રોડ પર ધુળેટી પાર્ટીમાં હંગામો, ‘બ્રજ વાઇબ્સ’ના આયોજકો સામે લોકોનો રોષ, DJ અને મંડપમાં તોડફોડ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments