Home State Gujarat Chaos at Ahmedabad Holi Party:સિંધુભવન રોડ પર ધુળેટી પાર્ટીમાં હંગામો, ‘બ્રજ વાઇબ્સ’ના...

Chaos at Ahmedabad Holi Party:સિંધુભવન રોડ પર ધુળેટી પાર્ટીમાં હંગામો, ‘બ્રજ વાઇબ્સ’ના આયોજકો સામે લોકોનો રોષ, DJ અને મંડપમાં તોડફોડ

0
269
Holi Party
Holi Party

Chaos at Ahmedabad Holi Party:ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં મિસમેનેજમેન્ટના આક્ષેપ સાથે ખેલૈયાઓ ભભૂક્યા | આયોજકોએ લુખ્ખા તત્વો પર દોષ ઢોળ્યો, બોપલ પોલીસે મામલો થાળે પાડ્યો.

 શહેરના પોશ ગણાતા સિંધુભવન રોડ પર ધુળેટીની ઉજવણીના રંગમાં ભંગ પડ્યો છે. ‘બ્રજ વાઇબ્સ’ દ્વારા આયોજિત ધુળેટી પાર્ટીમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના આક્ષેપ સાથે ખેલૈયાઓએ ભારે તોડફોડ મચાવી હતી. ગ્રીન પ્લેસ પાર્ટી પ્લોટમાં યોજાયેલી આ ઇવેન્ટમાં મ્યુઝિક બંધ થઈ જતાં અને પાયાની સુવિધાઓના અભાવે રોષે ભરાયેલા યુવકોએ ડીજે સિસ્ટમ અને ડેકોરેશનના સેટ ઉથલાવી દીધા હતા.

Chaos at Ahmedabad Holi Party: અસુવિધાથી ભભૂક્યો આક્રોશ

Chaos at Ahmedabad Holi Party

ખેલૈયાઓનો આક્ષેપ છે કે આયોજકોએ પાસના નામે મોટી રકમ વસૂલી હતી, પરંતુ તે મુજબની સુવિધાઓ આપવામાં આવી નહોતી. પાર્ટી દરમિયાન અચાનક મ્યુઝિક બંધ થઈ જતાં લોકોનો સંયમ ખૂટ્યો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે લોકો મંડપ અને ડીજેના સાધનોમાં તોડફોડ કરી રહ્યા છે.

Chaos at Ahmedabad Holi Party: આયોજકોનો બચાવ: ‘લુખ્ખા તત્વોએ કર્યું તોડફોડ’

બીજી તરફ, ‘બ્રજ વાઇબ્સ’ના આયોજક વીરસિંઘે જણાવ્યું હતું કે, “અમે તમામ વ્યવસ્થા કરી હતી અને ડીજે આર્ટિસ્ટ પણ હાજર હતા. માત્ર થોડા સમય માટે મ્યુઝિક બંધ થયું હતું, જેનો ફાયદો ઉઠાવી ૪-૫ લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હોબાળો મચાવ્યો હતો.” આયોજકોએ વધુમાં જણાવ્યું કે તેમની પાસે તોડફોડ કરનારાઓના વીડિયો પુરાવા તરીકે છે.

Chaos at Ahmedabad Holi Party

Chaos at Ahmedabad Holi Party:પોલીસની મધ્યસ્થી અને રિફંડની ખાતરી

ઘટનાની ગંભીરતા જોતા બોપલ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ખેલૈયાઓ અને આયોજકો સાથે વાતચીત કરી મામલો શાંત પાડ્યો હતો. હાલમાં આ અંગે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ જે લોકો નારાજ છે તેમને રિફંડ આપવાની પ્રક્રિયા આયોજકો દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધની કાળી છાયા: પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાતા 600 એકમો બંધ થવાના આરે, 3 લાખ શ્રમિકોની રોજગારી જોખમમાં

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે