HomeVideshFrance Joins Middle East Conflict: પ્રમુખ મેક્રોનનો મોટો સૈન્ય નિર્ણય | અબુ...

France Joins Middle East Conflict: પ્રમુખ મેક્રોનનો મોટો સૈન્ય નિર્ણય | અબુ ધાબીમાં રાફેલ જેટ્સ હાઈ એલર્ટ પર, સાયપ્રસની સુરક્ષા માટે ફ્રાંસની નેવી મેદાનમાં.

France Joins Middle East Conflict: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે બે દેશો પૂરતો મર્યાદિત રહ્યો નથી. અમેરિકા અને ઈઝરાયલના સમર્થનમાં હવે યુરોપીયન મહાસત્તા ફ્રાંસ પણ મેદાનમાં આવ્યું છે. ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને તેમના સૌથી શક્તિશાળી પરમાણુ સંચાલિત યુદ્ધ જહાજ ‘ચાર્લ્સ ડી ગૉલ’ ને ભૂમધ્ય સાગર (Mediterranean) તરફ રવાના થવાનો આદેશ આપતા વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

France Joins Middle East Conflict:  રાફેલ ફાઈટર જેટ્સ થયા સક્રિય

France Joins Middle East Conflict

ફ્રાંસના વિદેશ મંત્રીએ પુષ્ટિ કરી છે કે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં આવેલા અબુ ધાબીના અલ-ધફરા એર બેઝ પર તૈનાત ફ્રેન્ચ રાફેલ જેટ્સને અત્યંત સક્રિય કરી દેવાયા છે.

  • કારણ: રવિવારે યુએઈમાં ફ્રાંસના બેઝ પર થયેલા ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવાયો છે.
  • મિશન: ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને હવામાં જ તોડી પાડવા આ જેટ્સ ૨૪ કલાક પેટ્રોલિંગ કરી રહ્યા છે.

France Joins Middle East Conflict:  સાયપ્રસની સુરક્ષા અને તેલ-ગેસના માર્ગો પર નજર

France Joins Middle East Conflict

સાયપ્રસ પર થયેલા હુમલા બાદ ફ્રાંસે પોતાનું ફ્રિગેટ લેન્ગ્વેડોક’ ત્યાં તૈનાત કર્યું છે. પ્રમુખ મેક્રોને ચિંતા વ્યક્ત કરી છે કે જો હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ સી (લાલ સમુદ્ર) ના માર્ગો બંધ થશે, તો વૈશ્વિક અર્થતંત્ર તહસ-નહસ થઈ જશે. તેલ અને ગેસની કિંમતોને અંકુશમાં રાખવા દરિયાઈ માર્ગોની સુરક્ષા અનિવાર્ય બની છે.

 ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનનો વળતો પ્રહાર

આયતુલ્લા અલી ખામેનેઈના મોત બાદ ઈરાન બેબાકળું બન્યું છે. ઈરાન હવે ગલ્ફ દેશોમાં આવેલા પશ્ચિમી દેશોના સૈન્ય મથકોને નિશાન બનાવી રહ્યું છે. આ જ કારણ છે કે ફ્રાંસ જેવી પરમાણુ શક્તિ ધરાવતા દેશે પોતાનું સૌથી મોટું યુદ્ધ જહાજ મેદાનમાં ઉતારવું પડ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે: જો ફ્રાંસ સીધું આ જંગમાં સામેલ થશે, તો તે ભવિષ્યમાં ‘મહાવિનાશ’ અથવા ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓને વધુ પ્રબળ બનાવશે.

આ પણ વાંચો :ઈઝરાયલની ઈરાનને આરપારની ધમકી: ‘નવો નેતા ગમે ત્યાં છુપાય, અમે તેને ખતમ કરી દઈશું’

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments