Home Main દિલ્હી -NCR માં પ્રદૂષણની સ્થિતિ ગંભીર, GRAP-4 લાગૂ, ડીઝલ ગાડીઓ, કંસ્ટ્રક્શન સહિત...

દિલ્હી -NCR માં પ્રદૂષણની સ્થિતિ ગંભીર, GRAP-4 લાગૂ, ડીઝલ ગાડીઓ, કંસ્ટ્રક્શન સહિત આ કામો પર પ્રતિબંધ

0
764
દિલ્હી પ્રદુષણ
દિલ્હી પ્રદુષણ

રાજધાની દિલ્હી અને તેની આસપાસના ક્ષેત્રમાં હવા પ્રદુષણની સ્થિતિ ગંભીર થઇ ગઈ છે. દિલ્હી માં ઘણી જગ્યાએ AQI 400 ના આંકડાને પાર કરી ચુક્યો છે. જેથી એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM)એ દિલ્હી -એનસીઆરમાં ગ્રેપ-4 હેઠળ પ્રતિબંધો લગાવી દીધા છે. દિલ્હી માં પ્રદૂષણની ગંભીર સ્થિતિ જોતા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રેપ (Graded Response Action Plan)નો ચોથો તબક્કો લાગૂ કરી દીધો છે. સીએક્યૂએમ ઉપ-સમિતિએ વાયુ ગુણવત્તામાં વધુ ઘટાડો રોકવા માચે તબક્કા I, II અને III હેઠળ તમામ કાર્યવાહીઓ સિવાય, તત્કાલ પ્રભાવથી એનસીઆરમાં જીઆરએપીના તબક્કા-IV અનુસાર 8 સૂત્રીય કાર્ય યોજના લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે.

delhi1

આઠ-સૂત્રીય કાર્ય યોજના નીચે પ્રમાણે છે
1. દિલ્હીમાં જરૂરી સામાન લઈ જતા અને તમામ એલએનજી/સીએનજી/ ઈલેક્ટ્રિક ટ્રકોને છોડીને અન્ટ ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 

2. ઈવી/સીએનજી/બીએસ- VI ડીઝલ સિવાય, દિલ્હીની બહાર રજીસ્ટ્રડ નાની ગાડીઓના રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશ કરવાની મંજૂરી રહેશે નહીં. જરૂરી વસ્તુઓ/સેવાઓ પ્રદાન કરનારી ગાડીઓને આ પ્રતિબંધથી છૂટ મળશે. 

3. દિલ્હીમાં રજીસ્ટ્રડ મધ્યમ અને ભારે ડીઝલ માલ વાહક વાહનોના સંચાલન પર પ્રતિબંધ રહેશે. જરૂરી વસ્તુઓ/સેવાઓ પ્રદાન કરનાર વાહનોને છૂટ મળશે. 

4. રાજમાર્ગો, રસ્તાઓ, ફ્લાઈઓવરો, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન લાઇન્સ, પાવરલાઇન જેવી જાહેર પરિયોજનાઓના નિર્માણ અને ધરાશાયી ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે. 

5. એનસીઆરની રાજ્ય સરકારો અને દિલ્હી સરકારની છ, નવ અને ધોરણ 11ની ફિઝિકલ ક્લાસ બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે અને ઓનલાઈન મોડમાં ક્લાસ ચલાવી શકે છે. 

6. એનસીઆર રાજ્ય સરકારો/ દિલ્હી સરકાર જાહેર અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા હાજરીની સાથે કામ કરવા અને બાકી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપવાનો નિર્ણય કરી શકે છે. 

7. કેન્દ્ર સરકાર પોતાના કાર્યાલયમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા યોગ્ય નિર્ણય લઈ શકે છે. 

8. રાજ્ય સરકાર વધારાના ઈમરજન્સી ઉપાયો પર વિચાર કરી શકે છે, જેમાં કોલેજ/ શૈક્ષમિક સંસ્થાઓ અને બિન-ઈમરજન્સી વાણિજ્યિક સંસ્થાઓ બંધ કરવી સામેલ છે. સાથે ગાડીને લઈને ઓડ-ઈવન સ્કીમ લાગૂ કરી શકાય છે. 

ગોપાલ રાયે સોમવારે બોલાવી બેઠક
વધતા પ્રદૂષણ અને GRAP-4 લાગૂ કરવાને લઈને દિલ્હીના પરિયાવરમ મંત્રી ગોપાલ રાયે કાલે, સોમવારે દિલ્હીના સચિવાલયમાં બપોરે 12 કલાકે તમામ સંબંધિત વિભાગોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ, એજ્યુકેશન, એમસીડી, એનડીએમસી, ડીસીબી, મહેસૂલ, દિલ્હી પોલીસ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિના અધિકારી સામેલ થશે. 

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે