તંત્રનો નવીન પ્રયોગ! યાત્રાધામ અંબાજી માં ભાદરવી પૂનમના મેળામાં સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અપાશે એવોર્ડ; સમિતિ બનાવાઇ

0
209
યાત્રાધામ
યાત્રાધામ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમ નો મહામેળામાં સ્વસ્થતા માટે તંત્ર એ નવી પ્રયોગ હાથ ધર્યો છે. આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી યાત્રાધામ અંબાજી મા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું છે કે યાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધા યોજાશે. સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને વહીવટી તંત્ર તરફથી એવોર્ડ અપાશે. 

યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન યોજાનાર છે. ત્યારે  તંત્ર દ્વારા અત્યારથી આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલે મિડીયાને માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં એક નવિન પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વચ્છતા માટે તમામ સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 

એના માટે અંબાજીના તમામ વિસ્તારને પાંચ અલગ અલગ ઝોનમાં વહેચવામાં આવ્યા છે અને તેના સુપરવીઝન માટે પાંચ ટીમો પણ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે લગભગ 11 જેટલાં માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેના આધારે દરેક સેવા કેમ્પનું એસેસમેન્ટ અને રેન્કિંગ કરવામાં આવશે અને એમાં જે સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી એવોર્ડ આપવામાં આવશે.

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળામાં સ્વસ્થતા માટે તંત્ર એ નવી પ્રયોગ હાથ ધર્યો છે. આ મહામેળાના આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે મેળામાં સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ત્યારે કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું છે કે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતા માટે સેવા કેમ્પો વચ્ચે સ્પર્ધા યોજાશે. સૌથી સ્વચ્છ સેવા કેમ્પને અંબાજી મંદિર અને વહીવટી તંત્ર તરફથી એવોર્ડ અપાશે. 