HomeDeshમહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે ચૂંટણી આવી શકે : ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે. છેલ્લા ઘણા દિવસથી એનસીપીના મોટા ગજાના નેતા અજીત પવાર ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, આ તમામ અટકળો પર અજીત પવારે પોતે પૂર્ણવિરામ મૂક્યું છે. તે વચ્ચે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, “મહારાષ્ટ્રમાં ગમે ત્‍યારે ચૂંટણી આવી શકે છે અને અમે તૈયાર છીએ.” ઉદ્ધવ ઠાકરેના આ દાવા બાદ અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments