HomeDeshગુજરાતમાં હવે ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ સામે આવ્યું!

ગુજરાતમાં હવે ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ સામે આવ્યું!

મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ

ગુજરાતમાં પેપર લીક કાંડ અને ડમી કાંડ બાદ હવે વધુ એક કાંડ સામે આવ્યું છે. હવે ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ સામે આવ્યું છે. ખેડામાં આ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જેમાં મુખ્ય સૂત્રધાર અખિલેશ પાંડેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ખેડા LCBએ છટકું ગોઠવી આરોપીને દિલ્હી બોલાવ્યો હતો. આ રેકેટ ઉત્તરાખંડથી ચાલતું હતું. વધુ તપાસ કરતા સામે આવ્યું છે કે, અખિલેશ પાંડે ડુપ્લીકેટ માર્કશીટ સમગ્ર નેટવર્ક હાલ ઉત્તરાખંડથી ચલાવતો હતો. ખેડા એલસીબીની ટીમ મુખ્ય આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે, જે દરમિયાન ડુપ્લીકેટ માર્કશીટ કોભાંડ મામલે મોટા ખુલાસા થઈ શકે છે. કારણ કે, ડૉ.અખિલેશ પાંડે અગાઉ આણંદ, અમદાવાદ, દિલ્હી, હરિયાણા અને વિવિધ રાજ્યોમાં શેક્ષણીક સંસ્થાઓમાં શિક્ષક તરીકે નોકરી કરી ચૂક્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments