HomeDeshભારતે અમેરિકા કે ચીન જેવું નહીં, પરંતુ વિશ્વગુરુ બનવાનું છે : ભાગવત

ભારતે અમેરિકા કે ચીન જેવું નહીં, પરંતુ વિશ્વગુરુ બનવાનું છે : ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે, “ભારતનું નિર્માણ વેદોના મૂલ્યો પર થયું છે, જેનું પેઢી દર પેઢી અનુસરણ કરાયું છે. વિશ્વગુરુ બનવા માટે ભારતે વેદોના જ્ઞાન અને પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. ભારતીય સંસ્કૃતિ રુઢિવાદી નથી, પરંતુ સમય સાથે બદલાતી રહી છે અને એવી નથી કે જે આપણને કહે કે શું ખાવું અને શું ન ખાવું. આજના ભારતે પ્રગતિ કરવી છે, પરંતુ અમેરિકા, ચીન તથા રશિયા જેવી મહાસત્તા નથી બનવાનું કે જેઓ શક્તિનો ઉપયોગ કરે છે. આપણે એક એવો દેશ બનવાનું છે જે આજના વિશ્વની સમસ્યાઓનો ઉપાય જણાવી શકે. આપણે એક એવો દેશ બનવાનું છે, જે વિશ્વને યોગ્ય વ્યવહારના માધ્યમથી શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પથ જણાવી શકે છે. ભારત એક એવો દેશ છે, જે ધર્મના પ્રચાર-પ્રસાર કરવા, દરેકને એકજૂટ કરવા અને એક વિશ્વગુરુ બનવામાં વિશ્વાસ ધરાવે છે.”

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments