અમેરિકામાં બર્થ-ડે પાર્ટીમાં 4નાં મોત ફાયરિંગ

0
125

અમેરિકાના ડેડવિલે શહેરમાં શનિવારે રાત્રે ગોળીબારની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના એક ડાન્સ સ્ટુડિયોમાં બની હતી જ્યાં એક કિશોરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. ફાયરિંગની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મહોગની માસ્ટરપીસ ડાન્સ સ્ટુડિયોને ઘેરી લીધો હતો. પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેની ટીકા કરી છે. અલાબામાના ગવર્નર કાય ઈવેએ કહ્યું છે કે અમારા રાજ્યમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. અમે ટૂંક સમયમાં જ દોષિતોને શોધી કાઢીને ન્યાય અપાવીશું.