HomeDeshમહારાષ્ટ્રભૂષણ' એવોર્ડ સમારોહમાં ગરમીને કારણે 10થી વધુના મોત

મહારાષ્ટ્રભૂષણ’ એવોર્ડ સમારોહમાં ગરમીને કારણે 10થી વધુના મોત

દેશમાં કેટલાક રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે.જેના કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે બપોરે મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડ સમારોહ માં ઓછા 13 લોકોનું મૃત્યુ થયું હતું. આ સાથે જ 600થી વધુ લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. આ ઇવેન્ટમાં લાખો લોકો કલાકો સુધી ભારે તાપ વચ્ચે બેઠા હતા. ઘણા લોકોએ ડિહાઈડ્રેશનની ફરિયાદ કરી હતી અને જમીન પર બેહોશ થઈ ગયા હતા જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની શક્યતા છે. 50 લોકોની તબિયત પણ લથડી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરવામાં આવ્યું હતું. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments