રાજકોટના વિંછીયામાં અંધશ્રધ્ધાની ઘટના સામે આવી છે.જેમાં વાડી વિસ્તારમાં રહેતા એક દંપતીએ ગત મોડી રાત્રીના તેમના ઘરે તાંત્રિક વિધિ કરવા માટે સજોડે પોતાના મસ્તક હવનકુંડમાં હોમી દઈ કમળપૂજા કર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. જો કે હવનકુંડમાં પતિ-પત્નીએ પોતાના મસ્તક હોમ્યા તે પૂર્વે તેમણે બે સ્યુસાઈડ નોટ પણ કુંડની નજીક લટકાવેલી હતી અને રૂ.50 નો સ્ટેમ્પ પેપર પણ મળી આવ્યો હતો. જો કે આવી જીવની બલી ચડાવવાની તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે એક સવાલ બની ગયો છે.
વિંછિયામાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા,દંપતિએ પોતાની જ ચઢાવી બલિ
RELATED ARTICLES