YEAR ENDER 2023 : આ વર્ષે સૌથી વધુ ક્યાં ફરવા ગયા લોકો ? ના, ટોપ પર માલદિવ્સ નથી. જાણો લોકોની હોટ ફેવરિટ જગ્યાઓ..

2
228
TOP TOURIST PLACES
TOP TOURIST PLACES

ઈન્ટરનેશન ટ્રાવેલ એજેન્સી દર વર્ષે તે દેશોના ડેટા જાહેર કરે છે, જ્યાં લોકો ( TOP TOURIST PLACES )સૌથી વધુ ફરત જતા હોય છે. આ એજેન્સિસ આખો વર્ષ ટૂરિસ્ટ ડેટા કલેક્ટ કરે છે.

દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં બધા જ લોકો ફરવા જતા માગતા હોય છે. હવે માત્ર ઉનાળાની રજાઓમાં ફરવાનો ટ્રેન્ડ નથી. લોકો ફરવા જવા માટે લોન્ગ વીકેન્ડ્સની રાહ જોતા હોય છે.તો ઈન્ટરનેશનલ ટ્રીપ માટે વર્ષની શરૂઆતમાં જ પ્લાન કરી લેતા હોય છે. વેકેશન માટે પણ ટ્રેન્ડ ફોલો કરવામાં આવતા હોય છે. ત્યારે શું તમે જાણો છો કે આ વર્ષે એટલે કે 2023માં સૌથી વધુ લોકો ક્યાં ફરવા ગયા? અને કઈ જગ્યાઓ બની ગઈ TOP TOURIST PLACES ?

ઈન્ટરનેશનલ ટ્રાવેલ એજેન્સી દર વર્ષે તે દેશોનો ડેટા જાહેર કરે છે, જ્યાં લોકો સૌથી વધુ ફરવા ગયા હોય. આ એજેન્સિસ આખા વર્ષ ડેટા કલેક્ટ કરે છે. ગ્લોબલ ડેસ્ટિનેશન સિટી ઈન્ડેક્સે જાહેર કરેલી લિસ્ટ પ્રમાણે, જાણીએ આ વર્ષે લોકો સૌથી વધારે ક્યાં ફરવા ગયા.

1 હોન્ગ કોન્ગ

તમને જાણીને નવાઈ લાગશે કે TOP TOURIST PLACESની લિસ્ટમાં સૌથી પ્રથમ નામ હોન્ગ કોન્ગનો છે. કોવિડના બે વર્ષ બાદ જ લોકોને સૌથી વધુ ગમતી જગ્યા હોન્ગ કોન્ગ બની ગઈ છે. ગત વર્ષે આ લિસ્ટમાં પ્રથમ નંબરે થાઈલેન્ડની રાજધાની બેંકોક હતી. રિપોર્ટ્સનું માનીએ તો આશરે 26.6 મિલિયન લોકો આ વર્ષે હોન્ગ કોન્ગ ફરવા ગયા હતા. આ શહેર 2023માં ટુરિસ્ટની મનગમતી જગ્યા બની ગઈ છે. આ જગમગતું શહેર કયા કારણોસર ટૂરિસ્ટને ગમતી જગ્યા છે એ પણ જણાવી દઈએ..

HONG KONGમાં શું છે ખાસ

  1. હોન્ગ કોન્ગમાં ડિઝ્નીલેન્ડ સૌથી ફેમસ જગ્યા છે | Hong Kong Disneyland
  2. વિક્ટોરિયા પિક શહેર ફરવા માટે સૌથી બેસ્ટ જગ્યા છે | Victoria Peak
  3. હૈનાન આઈલેનડ પર તમને બિગ બુદ્ધ જોવા મળશે |
  4. મોંગ કોકના બિઝી રોડ્સ અને માર્કેટ ફેમસ છે
  5. સિમ્ફની ઓફ લાઈટ્સનો નજારો તમે ક્યારે ભૂલી નહીં શકો
  6. હોન્ગ કોન્ગમાં ઐતિહાસીક સંગ્રહાલયો પણ છે

બેંગકૉક

આ વર્ષે લિસ્ટમાં બીજા નંબરે બેંગકૉક છે. આ વર્ષે અહીંયા 21.2 મિલિયન લોકો અહીં ફરવા આવ્યા હતા. જણાવી દઈએ આ લિસ્ટમાં બેંગકૉક પાંચ વખત આવી ચુક્યું છે.

બેંગકૉકમાં શું છે ખાસ

1.વૉટ અરૂણ જે વાટ ચેંગ નામથી પણ ઓળખાય છે

2.ફ્લોટિંગ માર્કેટ દુનિયાભરમાં ફેમસ છે

3 સિયામ ઓશન વર્લ્ડ એક્વેરિયમ

4.સફારી વર્લ્ડ

5. આર્ટ ઈન પેરાડાઈઝ, જે એક ઈલ્યુશન સંગ્રાહલય છે

લંડન

2023માં લંડનમાં આશરે 19.2 મિલિયન લોકો ફરવા આવ્યા હતા. બ્રિટેનની આ સિટી સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર્સનું પણ ફેવરેટ ડેસ્ટિનેશન છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2025 સુધી અહીં 25 મિલિયન લોકો ફરવા આવી શકે છે.

સિંગાપુર

ગ્લોબલ ડેસ્ટિનેશન સિટી ઈન્ડેક્સની આ લિસ્ટમાં ચોથા નંબર પર સિંગાપુર છે. સિંગાપુરમાં 2023માં 16.6 મિલિયન વિદેશી મહેમાન ફરવા આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે અહીંયાની વસ્તી 5.9 મિલિયન છે, જ્યારે ટૂરિસ્ટની સંખ્યા વસ્તી કરતા ત્રણ ગણી વધારે છે.

આવી વધારે સ્ટોરી જોવા માટે ક્લિક કરો અને યુટ્યુબ પર

2 COMMENTS

Comments are closed.